RBIના આ આદેશથી વ્યાજ દર પર પડશે અસર, પરંતુ સામાન્ય વ્યક્તિને નહીં થાય ફાયદો
આ નિર્ણયને પગલે બેંકના નફામાં ઘટાડો થશે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જો આરબીઆઈ ચાલુ ક્વાર્ટરના અંત સુધી આ નિર્ણય લાગુ રાખે તો બેન્કિંગ સેક્ટરના આખા વર્ષના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 5 બેસિસ પોઈન્ટ નેગેટિવ ઝોનમાં રહેશે. જો સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો બેન્ક ડિપોઝિટ(એફડી)ના દરમાં વધુ ઝડપથી ઘટાડો કરી શકે છે. જ્યારે બેન્ક દ્વારા EMI સસ્તી થવામાં વિલંબ થઈ શકે છે. મોટી બેન્કના NIMsમાં 0.12% ઘટાડો રહેશે. બેન્ક વળતરની માંગ કરી શકે. RBI જોકે સહમત નહીં થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું હોય છે સીઆરઆરઃ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) એટલે કે બેંકોમાં જમા રકમનો એ ભાગ હોય છે જે કેન્દ્રીય બેંક પાસે રાખવામાં આવે છે. તેના પર બેંકોને કેન્દ્રીય બેંક તરફથી કોઈ વ્યાજ નથી મળતું. આ તમામ બેંક માટે જરૂરી હોય છે કે તે પોતાની કુલ રોકડનો એક નક્કી ભાગ રિઝર્વ બેંક પાસે જમા રાખે. આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે એક સાથે લોકો પોતાની રકમ ઉપાડવા માટે આવે તો બેંક ડિફોલ્ટ ન થાય. આરબીઆઈ જ્યારે વ્યાજ દરમાં ફેરફાર કર્યા વગર બજારમાંથી લિક્વિડિટી ઓછી કરવા માગે છે તો તે સીઆરઆર વધારે છે.
સતત યીલ્ડમાં જોવા મળી રહેલા ઘટાડાને જોતાં આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની સંભાવના છે. બોન્ડ માર્કેટમાં તો એની ખાસ અસર દેખાશે જ, પણ બેન્કિંગ શૅર્સમાં પણ દબાણ જોવા મળે એની પૂરી સંભાવના છે. જોકે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે એમએસએસ બોન્ડ્સ ઇશ્યુ કર્યા બાદ સીઆરઆર પરના આ નિર્ણયની ફરીથી સમિક્ષા કરવામાં આવશે.
નવી દિલ્હીઃ આરબીઆઈએ 16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધીની ડિપોઝિટ પર 100 ટકાના વધારા સાથે સીઆરઆર રાખવાનો આદેશ બેન્કને આપ્યો છે. આ કારણે બેન્કને સીઆરઆર પર વ્યાજ નહીં મળે, પણ ડિપોઝિટ પર તેમણે વ્યાજ આપવા પડશે. જેથી આ પગલું તેમના માટે નુકસાનકારક રહેશે. આ નિર્ણય બાદ આરબીઆઈ જલ્દી વ્યાજદરમાં ઘટાડો કરશે એની સંભાવના લગભગ નહીંવત થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -