નોટબંધી બાદ દેશમાંથી 11 ધનકુબેરો ઘટ્યા, જાણો અંબાણીની શું સ્થિતિ છે?
અહેવાલ અનુસાર દેશમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં છે. અહીં 42 અબજોપતિ છે જ્યારે 21 અબજોપતિ સાથે દિલ્હી બીજા ક્રમે અને 9 અબજોપતિ સાથે અમદાવાદ ત્રીજા ક્રમે છે. રાજ્ય પ્રમાણે વિચારીએ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 51, દિલ્હીમાં 22, ગુજરાતમાં 10 અને કર્ણાટકમાં 9 અતિ ધનાઢ્ય લોકો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં અબજોપતિની કુલ સંપત્તિમાં ગત વર્ષની તુલનાએ 16 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ગત વર્ષની યાદીમાંથી વખતે 31 અબજોપતિ નીકળી ગયા છે જ્યારે 27 નવા ઉમેરાયા છે. રિપોર્ટમાંટાંકવામાં આવ્યું હતું કે ગત વર્ષે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા આકરી નીતિઓના કારણે દેશના અર્થતંત્રને ચોક્કસ ફટકો પડ્યો છે પરંતુ લાંબા ગાળે પારદર્શક અર્થતંત્ર લાભદાયી નીવડશે.
દેશમાં હવે 1 અબજ ડોલર(રૂ. 66 અબજ) કે તેથી વધુ નેટવર્થ ધરાવતા 132 અબજોપતિ છે અને તમામ ધનકુબેરોની કુલ સંપત્તિ 392 અબજ ડોલર(રૂ. 25872 અબજ) છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ઈન્ડિયાના અહેવાલ અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થ સૌથી વધુ એટલે કે 26 અબજ ડોલર(રૂ. 1716 અબજ) છે.
મુંબઈઃ એક ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર વિતેલા વર્ષે નવેમ્બરમાં નોટબંધી કર્યા બાદ દેશમાંથી 11 અબજોપતિઓની સંપત્તીમાં મોટો ઘટાડો આવ્યોછે, જેના કારણે તેઓ આ વખતે ઇન્ડિયા રિચ લિસ્ટમાં પોતાનું સ્થાન નથી બનાવી શક્યા. જોકે, આ દરમિયાન દેશમાં અબજોપતિઓની કુલ સંપત્તિમાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે. મુકેશ અંબાણી 26 અબજ ડોલરની સંપત્તિ સાથે સૌથી અમીર વ્યક્તિ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -