80 ટકા સસ્તું હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવાની તૈયારીમાં ટ્રાઈ, માત્ર 20 રૂપિયામાં મળશે એક જીબી ડેટા
ટેલીકોમ રેગ્યુલેટર જો ડેટાની કિંમતને 10 પૈસા પ્રિત એમડીથી ઘટાડીને 2 પૈસા પ્રતિ એમડી કરે તો તમે માત્ર 20 રૂપિયામાં એક જીબી ડેટા મળશે. ટ્રાઈ દેશભરમાં વાઈફાઈ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવી શકે છે. વિશ્વસનીય સૂત્રો અનુસરા, તેનો ઉદ્દેશ ઉપભોક્તાને પોતાના મોબાઈલ નેટવર્કથી કોઈપણ મુશ્કેલી વગર સાર્વજનિક વાઈફાઈ હોટસ્પોટ્સ પર સરળતાથી ટ્રાન્સફર કરવામાં સક્ષમ બનાવવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો અનુસાર આ પ્રસ્તાવને ટૂંકમાં જ ટેલીકોમ મંત્રાલયને મોકલવામાં આવશે. આ પ્રસ્તાવને લીલી ઝંડી મળ્યા બાદ ગ્રાહક પોતાના હાલના મોબાઈલ નેટવર્ક ઉપરાંત સસ્તા પબ્લિક વાઈફાઈ હોટ્સપોટ તરફ વળશે. એક અધિકારીએ જણાવ્યું કે, 2જી, 3જી અને 4જી જેવા મોબાઈલ બ્રોડબેન્ડ નેટવર્કને સ્થાપિત કરવાનીસામે વાઈફાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાનું સસ્તું પડે છે. વાઇફાઈ માટે ઉપયોગમાં થનારા સ્પેક્ટ્રમ અને યંત્ર સસ્તા હોય છે. ઉપરાંત તેની સારસંભાળ અને ઓપરેશન ખર્ચ પણ ઓછો રહે છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) હાઈ સ્પીડ ઇન્ટરનેટ ટેરિફમાં ભારે ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. જેથી દેશભરમાં વાઈફાઈને પ્રોત્સાહન મળી શકે. તેનાથી ઓછી કિંમતમાં સામાન્ય વ્યક્તિ, આંત્રપ્રેન્યોર, કન્ટેન્ટ અને એપ્લિકેશન પ્રોવાઈડર્સને હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળી શકશે. મોબાઈલ ટેલીકોમ માર્કેટમાં ડેટાની હાલન કિંમત 10 પૈસા પ્રતિ મેગાબાઈટ્સ છે. ટ્રાઈ તેને ઘટાડીને 2 પૈસા પ્રતિ એમબી કરવા પર વિચાર કરી રહી છે. તેનાથી એવી ટેલીકોમ કંપનીઓને પણ મદદ મળશે જે ખરાબ કોલ ક્વોલિટી અને ધીમી ઇન્ટરનેટ સ્પીડનો સામનો કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -