Airtel પોતાના ગ્રાહકોને ત્રણ મહિના સુધી આપશે ફ્રી ડેટા, જાણો કોને મળશે આ લાભ
બેસિક પ્લાન 599 રૂપિયાથીશરૂ થશે, જેમાં 10 જીબી ડેટા મળશે. તેમાં વધારાના 99 રૂપિયા આપીને ફ્રી કોલિંગની સુવિધા લઈ શકાય છે. 1299 રૂપિયાના 60 જીબીવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ફીચર પણ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીનો ટાર્ગેટ પોતાના તમામ 3.51 લાખ ફિક્સ્ડ લાઈન ફોતને નવી ઓફર અંતર્ગત અપગ્રેડ કરવાનો છે. કંપની તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં લે, માત્ર 1000 રૂપિયાનું એક મોડેલ લેવું પડશે, જે ઈએમઆઈ પર ઉપલબ્ધ છે.
એરટેલની પાસે 3.51 લાખ ફિક્સ્ડ-લાઈન સબ્સક્રાઈબર્સ છે. એરટેલે ડીટીએચ સેક્ટરમાં પણ છે અને તે સેટેલાઈટ બ્રોડકાસ્ટિંગ લાવવાની છે. વાયરલેસ અને વાયર્ડ કનેક્ટિવિટીની સાથે જ આ ગ્રાહકો માટે ટોચની કંપની બની જશે. જિયોની જેમ જ એરટેલ પ્રથમ ત્રણ મહિના માટે ગ્રાહકો પાસેથી ડેટા માટે કોઈ ફી નહીં લે.
મુંબઈઃ દેશની સૌથી મોટી પ્રાઈવેટ ટેલીકોમ કંપની Airtel એ બુધવારે પોતાના ફિક્સ્ડ લાઈન યૂઝર્સ માટે એક નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. તે અંતર્ગત યૂઝર્સને ફ્રી કોલ્સની સાથે ત્રણ મહિના સુધી ફ્રી ડેટા મળશે. કંપનીએ કહ્યું કે, તેણે પોતાની નેટવર્ક 7મતાને અપગ્રેડ કરી છે અને તે માટે વી-ફાઈબર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી બ્રેડબેન્ડ કનેક્શન પર 100 MBPSની સ્પીડ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -