હવે પેટ્રોલ પંપ પરથી ટૂંકમાં જ વેચાશે LED બલ્બ, ટ્યૂબલાઈટ અને સીલિંગ ફેન
હાલ સરકાર હસ્તકની એનર્જી લીમીટેડ કુશળ લાઇટીંગ કાર્યક્રમ અમલી બનાવી રહી છે. રિટેલ બજારમાં એલઇડી ટયુબલાઇટ ૬૦૦ થી ૭૦૦માં મળે છે તો સીલિંગ ફેન ૧૭૦૦ થી ૧૮૦૦માં મળે છે ત્યારે આ કંપની માત્ર ૧૧પ૦માં ફેન અને ર૩૦ રૂ.માં ટયુબલાઇટ વેચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમઓયુ થયા બાદ આ પ્રોકડટને પેટ્રોલ પંપ ઉપર ઉપલબ્ધ કરાવવામાં માત્ર એક મહિનો લાગશે. દેશભરમાં ત્રણેય કંપનીઓના પ૩૦૦૦ પેટ્રોલ પંપો છે. જો કે એ નક્કી નથી કે આ કંપનીઓના તમામ પેટ્રોલ પંપો ઉપર એલઇડી બલ્બ, ટયુબલાઇટ અને સીલિંગ ફેન મળશે કે નહી?
સરકારી ઓઇલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલીયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલીયમ આ ઉપકરણોને જાહેર ક્ષેત્રની એનર્જી એફીસીયેન્સી સર્વિસીસ લીમીટેડ પાસેથી મેળવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વેચાણ માટે ઓઇલ કંપનીઓ ગમે ત્યારે એક કરાર ઉપર સહી-સિક્કા કરશે.
નવી દિલ્હીઃ ટૂંક સમયમાં જ લોકોને પેટ્રોલ પંપ પરથી પારવ સેવિંગ એલઈડી બલ્બ, ટ્યૂબલાઈટ અને સીલિંગ ફેન મળશે. આ એલઈડી બલ્બ 65 રૂપિયા, ટ્યૂબલાઈટ 230 રૂપિયા અને સીલિંગ ફેન માત્ર 1150 રૂપિયામાં મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -