Ideaએ શરૂ કરી દેશભરમાં 4G સર્વિસ, ગ્રાહકોને ફ્રીમાં મળશે 10 GB 4G ડેટા
ક્રિસિલ રિસર્ચના ડાયરેક્ટર અજય શ્રીનિવાસનનું કહેવું છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં પણ ટેલીકોમ સેક્ટરની ટોપ-3 કંપનીઓને ટેન્શન રહેશે. સાથે જ, લીડર બનવા માટે કંપનીઓના નફા પર નેગેટિવ અસર થશે. આ પ્રાઇસ વોરથી કંપનીઓના એબિટા માર્જિન્સ પર દબાણ જોવા મળશે. હાલના નાણાંકીય વર્ષમાં કંપનીઓના એબિટામાં 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યૂલરે મહત્ત્વપૂર્ણ મુંબઈ સર્કલને સામેલ કરીને દેશભરમાં 4જી સર્વિસ શરૂ કરી છે. કંપની પોતાના હાલના ગ્રાહકોને 10 જીબી 4જી ડેટા ફ્રીમં આપશે. નવા ગ્રાહકો માટે આ પહેલા ત્રણ મહિના માટે હશે.
આઈડિયા તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 4જી સર્વિસ 2100 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમ બેન્ડમાં છે અને આ હાલમાં મુંબઈ સર્કલમાં 44 લાખ ગ્રાહકોને સેવા આપી રહી છે. કંપનીની આવક પ્રમાણે બજાર હિસ્સેદારી 10.2 ટકા છે. તેની સાથે જ આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના તમામ 20 સર્કલમાં 4જી સેવા શરૂ કરી છે. કંપનીનું મર્જર બ્રિટેનની ટેલીકોમ કંપની વોડાફોનના ભારતીય એકમ સાથે થશે.
ટેલીકોમ સેક્ટરમાં રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ શરૂ થયેલ પ્રાઈસ વોરને કારણે આગળ પણ આરટેલ, આઇડિયા અને વોડાફોને પોતાનો માર્કેટ હિસ્સો બચાવવા માટે ટેરિફમાં વર્ષ દરમિયાન ઘટાડો કરતી રહેશે. આ ખુલાસો રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલમાં થયો છે.
ભારતની ત્રીજી સૌથી મોટી ઓપરેટર આઈડિયા સેલ્યૂલરે પ્રથમ વખત વાર્ષિક ધોરણે ખોટ નોંધાવી છે. તેનું મુખ્ય કારણ રિલાયન્સ જિઓની ફ્રી સર્વિસ છે, જેના કારણે આઈડિયાનું વેચાણ અને માર્જિન બન્ને પર ખરાબ અસર પડી છે. આઈડિયા સેલ્યૂલરને નાણાંકીય વર્ષ 2016-17ના ચોથા ક્વાર્ટરમાં 327.7 કરોડ રૂપિયાની ખોટ થઈ. આ સતત ત્રીજું ક્વાર્ટર છે, જ્યારે કંપનીને ખોટ સહન કરવી પડી. આ ક્વાર્ટરમાં કંપનીનો કારોબાર પણ 13.7 ટકા ઘટીને 8194.5 કરોડ રૂપિયા રહ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -