Samsungએ ભારતમા લોન્ચ કર્યું અંદાજે 25 લાખ રૂપિયાનું TV, પ્રી-બુકિંગ કરાવનારને ફ્રી મળશે Galaxy S8+
નવી દિલ્હીઃ Samsung Indiaએ બેંગલુરુમાં એક ઇવેન્ટ દરમિયાન ક્વાન્ટમ ડોટ ટેક્નોલોજી પર આધારિત LED TV (QLED TV)ની નવી રેન્જ બજારમાં લોન્ચ કરી છે. આ ટવી સારી બ્રાઇટનેસ લેવલ આપવાની સાથે સાથે વિજ્યુઅલ ક્વોલિટી પણ અન્ય એચડી ટીવી કરતાં સારી છે. ઉપરાંત તેની ડિઝાઈન ખાસ કરીને લિવિંગ રૂમ અને ડ્રોઈંગ રૂમને ધ્યાનમાં રાખીને બાવવામાં આવી છે જેથી તે તમારા ઘરને વધારે સારો લુક આપી શકે. ટીવીના બેકને સપાટ રાખવામાં આવ્યો છે જેથી દીવાલ લગાવ્યા બાદ ટીવી અને દીવાલની વચ્ચે ઓછામાં ઓછો ગેપ રહે. સેમસંગની નવી ટેવી રેન્જને પિક્ચર, સ્ટાઈલ અને સ્માર્ટના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલા જ આ LED TV સેટ્સને પેરિસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં સેમસંગે તેના 5 મોડલ લોન્ચ કર્યા છે. તેમાં Q7, Q7F, Q8, Q8C અને Q9 સામેલ છે. તેની કિંમત 3,14,900 રૂપિયાથી શરૂ થાય છે અને સૌથી મોંઘું ટીવી 25 લાખ રૂપિયાનું છે. આ પાંચેય ટીવીનું વેચાણ ચાલુ મહિનેથી શરૂ થઈ જશે.
દક્ષિણ કોરિયાઈ ઇલેક્ટ્રોનિક્સ કંપની Samsungએ નવા QLED TVની સાથે મળનારી પ્રી-ઓર્ડર બુકિંગ ઓફર વિશે પણ જાણકારી આપી છે. જો ગ્રાહક કોઈપણ QLED TVનું બુકિંગ 2મેથી લઈને 21 મેની વચ્ચે કરાવ્યું હશે તેને કંપની તરફથી Samsung Galaxy S8+ સ્માર્ટપોન ફ્રી આપવામાં આવશે. ગિફ્ટમાં ફોનનો ગોલ્ડ કલર વેરિઅન્ટ પણ મળશે. સેમસંગ Q7, Q8, Q8C અને Q8 TV 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચની પેનલ સાઈઝમાં ઉપલબ્ધ હશે. જ્યારે Samsung Q7F 55 ઇંચ ઉપરાંત 65 ઇંચની પેનલમાં ઉપલબ્ધ હશે.
Samsungએ નવાં QLED TVને ક્વાન્ટમ ડોટ ટેક્નોલોજી પર બનાવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, આ નેનો સાઈઝના પાર્ટિકલ છે જે પ્રકાશને રંગમાં ફેરવી નાંખે છે. નવી ડિસ્પ્લે ટેકનીક ઉપરાંત સેમસંગએ નવું નો ગેપ વોલ માઉન્ટિંગ સોલ્યૂશન પણ આપ્યું છે. સેમસંગે જાણકારી આપી છે કે નવા QLED TVમાં નવા સ્માર્ટ ટીવી ઇન્ટરફેસ પણ હશે. ઉપરાંત વોયસ કન્ટ્રોલ, સેમસંગ સ્માર્ટ વ્યૂ એપ માટે સપોર્ટ, સેમસંગ ટીવી પ્લસ સર્વિસીસ અને શજામ મ્યૂઝિક સર્વિસ પણ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -