સાવધાન! હવે જો તમારો ચેક થયો બાઉન્સ તો એક મહિનામાં જ મળશે આ સજા
ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશભરની જુદી જુદી કોર્ટમાં ચેક બાઉન્સના અંદાજે વીસ લાખ કેસ નોંધાયેલા છે. તેમાંથી કેટલાક કેસ તો પાંચ વર્ષથી પણ વધારે જૂના છે. સૂત્રો જણાવે છે કે, આવા કેસનો નિવેડો લાવાવની કવાયદ શરૂ થઈ ગઈ છે. હાલનાં કાયદા અંતર્ગત ચેકની રકમનો બે ગણો દંડ અથવા બે વર્ષ સુધીનીસજા અથવા બન્નેની જોગવાઈ છે. પરંતુ આ કોર્ટમાંથી નિર્ણય આવ્યા બાદ થાય છે. નવા સંશોધનમાં સ્પષ્ટતા હશે કે સજા ટ્રાયલ પહેલા કેવી રીતે આપવામાં આવશે. અથવા આ પ્રકારના કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં કરવાની જોગવાઈ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોએ જણાવ્યું કે, વિતેલા દિવસોમાં પ્રધાનમંત્રી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મળીને કારોબારીઓના ગ્રુપે પોતાની વેદના ઠાલવી હતી. તેમનું કહેવું હતું કે, ચેક બાઉન્સ થવાના મામલે તેમને વસુલાત કરવા માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે. એવામાં કેટલાક કિસ્સામાં વર્ષો લાગી જાય છે. સુપ્રીમ કોર્ટે પણ તેમાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી.
પ્રસ્તાવિત બિલ અનુસાર જો કોઈ પણ વ્યક્તિ ચેક બાઉન્સ થવા પર એક જ મહિનાની અંદર દંડ સાથે ચૂકવણી ન કરે તો તેને જેલ જવું પડશે. હાલના કાયદામાં પણ જેલની સજાની જોગવાઈ છે પરંતુ કાયદાકીયલડામાં મહિના અને વર્ષો લાગી જાય છે. જોકે, ચેક બાઉન્સ થવાની ઘટનામાં ત્યારે થોડો ઘટાડો આવ્યો હતો જ્યારે પ્રથમ વખત નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત જેલની જોગવાઈ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપતી કેન્દ્રની મોદી સરકારે હવે કેટલાક કડક નિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે એવા લોકો વિરૂદ્ધ કડક વલણ અપનાવી રહી છે જે જાણી જોઈને ચેક બાઉન્સ કરાવે છે. એવામાં ચેક બાઉન્સ થવા પર હવે તમને મોંઘું પડી શકે છે. કેન્દ્ર સરકારે ચેક બાઉન્સ સંબંધિત કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. જાણી જોઈને ચેક બાઉન્સ કરનાર લોકોને હવે એક-બે મહિનાની અંદર જ જેલની હવા ખાવી પડી શકે છે. આગામી બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર તેને સંબંધિત બિલ લાવાવની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -