હવે સોનામાં માત્ર 300 રૂપિયામાં પણ રોકાણ થશે, બજેટ રજૂ થયા બાદ શરૂ થશે યોજના
એક બિઝનેસ દૈનિકના અહેવાલ અનુસાર રિદ્ધ-સિદ્ધિ બુલિયનના એમડી પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે, આ સ્કીમ દ્વારા 300 રૂપિયાના માસિક રોકાણ પર સોનું ખરીદી શકાય છે. સ્કીમ શરૂ કરવાનો ઉદ્દેશ્ય સમાજના એવા લોકો સુધી સોનું પહોંચાડવાનો છે જેના માટે ભારે ભરખમ રકમ ખર્ચ કરવી શક્ય નથી. અમારું માનવું છે કે, 300 રૂપિયા અને તેના દરેક મહિને તેની મલ્ટીપલમાં રૂપિયા રોકાણ કરવામાં ગ્રાહકોને વધારે કોઈ મુશ્કેલી નહીં થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કીમ અંતર્ગત ગ્રાહકને દર મહિને 300 રૂપિયાનું રોકાણ કરીને સોનું ખરીદવાની તક મળશે. સોનાની ડિલીવરી 1 ગ્રામના ટેમ્ર પ્રૂફ પેકેજમાં કરવામાં આવશે. આ કિંમતની ધાતુને પ્રસિદ્ધ રિફાઈનરીમાં ગાળવામાં આવસે અને જાણીતા બુલિયન ડીલર દ્વારા રિટેલ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સોનામાં રોકાણ કરનારા માટે સારા સમાચાર છે. હવે તમારે સોનામાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર નહીં પડે. હવે તમે માત્ર 300 રૂપિયામાં પણ સોનામાં રોકાણ કરી શકશો. નોન બેન્કિંગ કંપની ફિનકર્વ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) લાવવા પર વિચાર કરી રહી છે. આ સ્કીમ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ શરૂ થયા બાદ આવી શકે છે.
કોઠારીએ જણાવ્યું કે, સોનાની કરીદી સ્પોટ બેસિસ પર કરવામાં આવશે, તેમાં કોઈ લોક-ઇન પીરિયડ અથવા કોઈ પ્રતિબંધ નહીં હોય. ગ્રાહકોની પાસે સોનાની ડિલીવરી તેના રજિસ્ટર્ડ સરનામાં પર કરવામાં આવશે અથવા ગ્રાહક ઇચ્છે તો કોઈપણ સમયે રૂપિયા ઉપાડી શકશે.
કોઠારીએ જણાવ્યું કે, આ પ્રકારની અનેક સ્કીમ્સ માર્કેટમાં છે, પરંતુ જેટલી મૂડી અમે નક્કી કરી છે તેના કરતાં ઘણી વધારે છે. સૌથી જરૂરી વાત એ છે કે માર્કેટમાં આ પ્રકારની જે પણ સ્કીમ ચાલી રહી છે તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ શરૂ થાય છે. જેમાં સતત રોકાણ કરવું ઓછી આવકવાળા લોકો માટે શક્ય નથી. એવામાં થોડાક મહિના રોકાણ કરીને પછી બંધ કરી દેવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -