લિલામ થઈ ગઈ વિજય માલ્યાની આ 7 શાનદાર કાર, જાણો કેટલામાં વેચાઈ
મર્ક 300ડી લિમોઃ મર્ક 300ડી લિમોની રિઝર્વ પ્રાઈસ 1 લાખ રૂપિયા હતી જેને 6.8 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોર્ડ લિનકોનઃ આ કારની રિઝર્વ પ્રાઈસ 1 લાખ રૂપિયા હતી. તેને 4.30 લાખ રૂપિયામાં વેચવામાં આવી.
માજડા રોડસ્ટરઃ માજડા રોડસ્ટરની રિઝર્વ પ્રાઈસ 4.5 લાખ રૂપિયા હતી. જે 5.5 લાખ રૂપિયામાં વેચાઈ.
મર્ક જી-વેગનઃ આ કારની રિઝર્વ પ્રાઈસ 2 લાખ રૂપિયા હતી જે 13.10 લાખ રૂપિયામાં વેચાઈ.
મર્સિડીઝ-બેન્ઝ એસએલએસ બ્લેકઃ મર્સીડીઝ બેન્ઝ એસએલએસ બ્લેકની રિઝર્વ પ્રાઈસ 5 લાખ રૂપિયા હતી જે 11.50 લાખ રૂપિયામાં વેચાઈ.
મસેરાતીઃ વિજય માલ્યાની મસેરાતી કારની રિઝર્વ પ્રાઈસ 10 લાખ રૂપિયા હતી જેને 44 લાખ રૂપિયામાં વેચવામાં આવી.
રોલ્સ રોયસ ફેન્ટમઃ આ કારની રિઝર્વ પ્રાઈસ 12 લાખ રૂપિયા હતી અને એક બિડરે અનેક રાઉન્ડ બાદ તેને 52 લાખ રૂપિયામાં ખરીદી.
નવી દિલ્હીઃ 9000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર વિજય માલ્યાને કાર લવર તરીકે પણ ઓળખવામાં આવે છે. માલ્યાની પાસે અંદાજે 260 કાર, બાઈક અને રેસ કાર છે. આ કલેક્શનને એક પ્રાઈવેટ મ્યૂઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવી છે. માલ્યાનું આ મ્યૂઝિયમ કેલિફોર્નિયામાં છે. પરંતુ વિજય માલ્યાના કાર કલેક્શનમાંથી કેટલીક કારની હરાજીમાં વેચવામાં આવી છે. માલ્યાની આ વિન્ટેજ અને ક્લાસિક કારની હરાજી રાખવામાં આવી હતી અને તેના માટે કારના શોખીઓને ઉંચી બોલી પણ લગાવી હતી. આગળ વાંચો માલ્યાની કઈ કાર કેટલામાં વેચાઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -