હવે નોકરી બદલવા પર આપોઆપ PF એકાઉન્ટ થઈ જશે ટ્રાન્સફર, જાણો શું છે સરકારની યોજના
નવી દિલ્હીઃ હવે નોકલી બદલવાની સાથે સાથે પીએફ એકાઉન્ટ બદલાવની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ અંગેની માહિતી ચીફ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વીપી જૉયે આપી. એમ્પલોયઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના કર્મચારીને વધુ અનુકૂળ બનાવાની દિશામાં કેટલાંય પગલાં ઉઠાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે અધવચ્ચે જ એકાઉન્ટ બંધ થઇ જવું તેનો મુખ્ય પડકાર છે અને તે પોતાની સર્વિસીસ સુધાર દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાના પ્રયત્નમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીપી જૉયે કહ્યું કે, જ્યારે વ્યક્તિ નોકરી બદલાવે છે તો કેટલાકના ખાતા બંધ થઈ જાય છે. બાદમાં કર્મચારી ફરીથી તે ચાલુ કરાવે છે. તેમણે કહ્યું કે હવે અમે એનરૉલમેન્ટ માટે આધારકાર્ડને ફરજીયાત બનાવી દીધું છે. અમે નથી ઇચ્છતા કે એકાઉન્ટસ બંધ થઇ જાય. પીએફ એકાઉન્ટ એક કાયમી એકાઉન્ટ છે. કર્મચારી સામાજિક સુરક્ષા માટે એક જ એકાઉન્ટને હંમેશા રાખી શકે છે.
જૉયે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જો કોઇ નોકરી બદલે તો કોઇપણ પ્રકારની અરજી વગર તેના પૈસા માત્ર ત્રણ દિવસમાં ટ્રાન્સફર થઇ જાય. ભવિષ્યમાં જો કોઇની પાસે આધાર આઇડી છે અને વેરિફાઇડ આઇડી છે તો દેશના કોઇપણ ખૂણામાં નોકરી બદલવા પર કોઇપણ અરજી વગર એકાઉન્ટ ટ્રાન્સફર થઇ જશે. આ વ્યવસ્થા ઝડપથી લાગૂ થવાની છે.
જૉયે કહ્યું કે જાન્યુઆરીથી જૂનની વચ્ચે ચાલનાર અભિયાનમાં એક કરોડથી વધુ વર્કર એનરૉલ થયા. હવે અમે સર્વિસીસ સુધારીને તેને જોડી રાખવા માંગીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -