નોટબંધીએ રિઝર્વ બેંકનું બગાડ્યું બજેટ, વિતેલા વર્ષની તુલનામાં સરકારને આપ્યું 53% ઓછું ડીવીડન્ડ
નવી દિલ્હીઃ નોટબંધીના કારણે ભારતીય રિઝર્વ બેંકનું બજેટ સાવ બગડી ગયું છે. ચાલુ વર્ષે રિઝર્વ બેંકે તરફથી સરકારને આપવામાં આવનાર ડીવીડન્ડમાં અંદાજે 53 ટકાનો ઘટાડો નોંધાયો છે. આરબીઆઈએ સરકારને જૂન 2017માં સમાપ્ત થતાં નાણાંકીય વર્ષમાં 30659 કરોડ રૂપિયાનું ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ વિતેલા વર્ષની તુલનામાં 53 ટકા ઓછું છે. વિશ્લેષકોનું માનવું છે કે, નોટબંધીના કારણે નવી નોટના છાપકામ સહિત અન્ય કારણોથી ડીવીડન્ડમાં ઘટાડો નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિતેલા નાણાંકીય વર્ષમાં રિઝર્વ બેંકે સરકારને ડીવીડન્ડ તરીકે 65876 કરોડ રૂપિયા આપ્યા હતા. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યં કે, રિઝર્વ બેંકના કેન્દ્રિય ડાયરેક્ટર બોર્ડની મળેલ બેઠકમાં 30 જૂન 2017નારોજ સમાપ્ત નાણાંકીય વર્ષ માટે ડીવીડન્ડ રકમ 306.59 રૂપિયા એટલે કે 30659 કોરડ રૂપિયા ભારત સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બેંકે ઓછું ડીવીડન્ડ શા માટે આપ્યું તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
બજેટીય અંદાજ અનુસાર સરકારને રિઝર્વ બેંક તરફતી 2017-18માં 58,000 કરોડ રૂપિયા ડીવીડન્ડ તરીકે મળવાનો અંદાજ રાખ્યો હતો. સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં રિઝર્વ બેંક, સરાકારી બેંકો તથા નાણાંકીય સંસ્થાઓ તરફથી 74901.25 કરોડ રૂપિયાનું ડીવીડન્ડ મળવાનો અંદાજ રાખ્યો હતો.
આ અંગે કારણ આપતા રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ કહ્યું કે, વિતેલા કેટલાક વર્ષતી વળતર ઓછું મળી રહ્યું છે જેનું કારણ વિકસિત દેશોમાં નકારાત્મક વ્યાજ દર છે. બેંકો પાસે રોકડ વધવાને કારણે રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટ પર નાણાં ઉધાર લેતું રહ્યં છે અને વ્યાજ આપી રહ્યું છે. તેના કારણે તેની રેવન્યૂ પર અસર પડી છે. વિશ્લેષકો અનુસાર રિઝર્વ બેંકની આવકમાં ઘટાડાનું એક કારણ નવી કરન્સીના છાપકામનો ખર્ચ પણ છે. સાથે જ નોટબંધા બાદ ચલણમાંથી હટાવવામાં આવેલ નોટ પરત આવવાનું પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -