બેંક-ATMમાંથી રોકડ ઉપાડની મર્યાદા ફેબ્રુઆરીમાં હટી શકે છે, RBI ટૂંકમાં કરશે જાહેરાત
જોકે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ બેન્કિંગ પ્રણાલી સામાન્ય થવાની અંગે કોઈ સમય મર્યાદા જણાવી નથી. આરબીઆઈએ રદ્દ કરેલ નોટોના 60 ટકા એટલે કે 992 લાખ કરોડ રૂપિયા ફરી બેન્કિંગ સિસ્ટમમાં પહોંચાડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ સંપૂર્ણપણે રીઝર્વ બેંક નો નિર્ણય હશે. અને સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય કરાશે. એક અન્ય બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આવતા બે મહિનામાં સ્થિતિ સામાન્ય થઇ જશે. ફેબ્રુઆરીના અંતમાં 78-88 ટકા મુદ્રા ફરી ચલણમાં આવી જશે. ઉપરાંત નાની નોટોનું વિતરણ પણ હાલમાં ચાલુ છે.
બેંકોના અધિકારી અનુસાર રોકડ ઉપાડ પર આરબીઆઇ પ્રતિબંધ ફેબ્રુઆરીના અંતમાં તથા મધ્યમાં માર્ચ સુધીમાં સંપૂર્ણરીતે ખતમ કરી શકે છે. કારણ કે બેંકોમાં રોકડની સ્થિતિ સુધરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય બેંકોએ હાલમાં એટીએમમાંથી ઉપાડની મર્યાદા વધારીને 10,000 સુધી કરી દીધી છે. પરંતુ સેવિંગ એકાઉન્ટ માટે 24,000 રૂપિયાની સાપ્તાહિક ઉપાડની મર્યાદા ચાલુ છે. કરન્ટ એકાઉન્ટનાં સાપ્તાહિક રોકડ ઉપાડની માર્યાદા એક લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) રોકડની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખતા આવતા મહિને (ફેબ્રુઆરી)ના અંત સુધીમાં બેંકો અને એટીએમમાંથી રોકડની ઉપાડની મર્યાદા હટાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -