NPPAએ નક્કી કરી એસિડિટીની દવાની કિંમત, 6 જરૂરી દવાઓની કિંમતમાં કર્યા ફેરફાર
NPPAએ હાલમાં જ દવા કંપનીઓને ચેતવણી આપી હતી કે કંપનીઓ દસ સ્ટેન્ટની ખરીદી પર ત્રમ ફ્રીમાં આપવા જેવી ઓફર રાખી રહી છે. તેણે એ પણ જાણવા મળ્યું કે, કેટલીક કંપની ઓછી કિંમતના સ્ટેન્ટને ઉંચી કિંમત પર પણ વેચી રહી છે. નિયામકે કહ્યું કે, તે આવા કેસમાં તપાસ કરી રહી છે અને તેના પર કડક કાર્રવાઈ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દવા મૂલ્ય નિયામક એનપીપીએ (NPPA)એ છ જીવનજરૂરી દવાઓની કિંમતમાં ફેરફાર કર્યા છે. સાથે જ એક દેવાની કિંમત નક્કી કરવામાં આવી છે. તમને જણાવીએ કે, હાલમાં જ સિપ્લા, એબોટ, એસ્ટ્રાજેનેકા અને ડો. રેડ્ડીઝ સહિત અનેક મોટી કંપનીઓ દ્વારા ઉત્પાદિત 634 દવાઓની કિંમત NPPA દ્વારા નક્કી મર્યાદાથી વધારે રાખવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
NPPAએ ડાઈક્લોમાઈન ઇન્જેક્શન, એરિથ્રોમાયસિન એસ્ટોલેટ, ક્લોરોકાઈન ફોસ્ફેટ અને તી સાથે સંબંધિત દવાઓની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉપરાંત તેણે પી-પીપીઆઈેલ કેપ્સૂલની કિંમત પણ નક્કી કરી છે જે એસિડિટીની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
NPPAએ એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, દવા મૂલ્ય નિયંત્રણ, સંશોધન આદેશ, 2016 અંતર્ગત પ્રથમ-શેડ્યૂઅલમાં સાત શેડ્યૂઅલ ફોર્મ્યૂલેશનની વધુમાં વધુ જથ્થાબંધ કિંમત નક્કી કરવામાં આવી અથવા ફેરફાર કરવામાં આવ્યો છે. દવા (મૂલ્ય નિયંત્રણ) આદેશ 2013 અંતર્ગત એનપીપીએ પ્રથમ સૂચીમાં સામેલ જરૂરી દવાઓની વધુમાં વધુ કિંમત નક્કી કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -