Reliance Jioએ ફરી કરી ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ધમાકો કરવાની તૈયારી, આ શહેરમાં શરૂ થઈ JioFiberની 'Preview Offer'
અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ જિઓ બ્રાન્ડ અંતર્ગત ટેલીકોમ સર્વિસ ઉપબ્ધ કરાવી રહી છે. અત્યાર સુધી રિલાયન્સ જિઓએ જિયોફાઈબર બ્રોડબેન્ડ અથવા ફાયબર-ટૂ-ધ-હોમ (એફટીટીએચ) વિશે વધારે કોઈ ખુલાસો કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓના કસ્ટમર કેરે એ પણ જણાવ્યું કે, કંપનીનું નેટવર્ક અન્ય શહેરમાં પણ શરૂ કરવાની તૈયારી છે. જિઓ કેરે ટ્વિટર પર એક વ્યક્તિ દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં આ જાણકારી આપી.
આ વાત ખુદ જિઓના સત્તાવાર કસ્ટમર સપોર્ટ જિઓ કેરે ટ્વિટર પર જણાવી છે. જિઓ કેયરે જણાવ્યું કે, જિઓ પોતાની JioFiber Preview Offerનું દિલ્હી-એનસીઆર, અમદાવાદ, જામનગર, સુરત, મુંબઈ અને વડોદરાના કેટલાક ભાગમાં પરીક્ષણ કરી રહ્યું છે. રિલાયન્સ જિઓ કસ્ટમર કેર ટીમે અન્ય શહેર વિશે કોઈ જાણકારી આપી નથી, જ્યાં જિઓફાઈબર પ્રીવ્યૂ ઓફરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ ફ્રી વોયસ કોલ અને 4જી ડેટાની ઓફર આપીને ટેલીકોમ ઉદ્યોગમાં ભૂકંપ લાવનાર રિલાયન્સ જિઓ ફરી એક વખત ધમાકો કરવાની તૈયારીમાં છે. આ વખતે જિઓ બ્રોડબેન્ડ સર્વિસ લઈને આવી રહી છે. JioFiber બ્રાન્ડ નામથી જિઓએ બ્રોડબેન્ડ સર્વિસને મુંબઈ, દિલ્હી-એનસીઆર અને અમદાવાદ, વડોદરા, જામનગર, સુરતના કેટલાક ભાગમાં પ્રીવ્યૂ ઓફર અંતર્ગત શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -