સરકારી બેંકોની સંખ્યા 21થી ઘટાડીને 12 કરશે સરકાર, SBI જેવી હશે 3-4 વૈશ્વિક સ્તરની બેંક
આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજનના જણાવ્યા પ્રમાણે સિસ્ટમમાં કેટલીક મોટી બેન્કો, કેટલીક નાની બેન્કો, કેટલીક સ્થાનિક બેન્કો અને ચોથી અન્ય બેન્કો રહેશે. પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયા જેવી મોટી બેન્કો વિલીનીકરણ માટે સંભવિત બેન્કોની શોધખોળ કરી શકે છે. જોકે મર્જર માટે રિજનલ બેલેન્સ, ભૌગોલિક સ્થિતિ, નાણાકીય ભારણ અને કર્મચારીઓ સરળ રીતે ભળી જાય એવી બેન્કોને વિલય કરવા માટે નિર્ણય લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિતેલા મહિને નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સરકાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોના મર્જરની દિશામાં સક્રિયતાથી કામ કરી રહી છે પરંતુ તેમણે વધુ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું હતું કે, આ મૂલ્ય સાથે જોડાયેલ સંવેદનશીલ સૂચના છે. એસબીઆઈના સફળ મર્જરથી ઉત્સાહિત નાણાં મંત્રાલય ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી સાર્વજનિક ક્ષેત્રની બેન્કિંગમાં એવા અન્ય પ્રસ્તાવને મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. આશા છે કે, ફસાયેલ લોનની સ્થિતિ ત્યાં સુધીમાં નિયંત્રણમાં આવી જશે.
SBIમાં તેની પાંચ સહયોગી અને ભારતીય મહિલા બેન્કનું એક એપ્રિલે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. SBIમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરનું મર્જર કરાયું હતું. મર્જરથી SBIનું ગ્રાહકોનું કદ વધીને આશરે 37 કરોડ અને શાખાઓનું નેટવર્ક આશરે 24,000 તેમ દેશભરમાં એટીએમની સંખ્યા 59,000ની થઈ હતી. મર્જર કરાયેલી સહયોગીઓ બેન્કોનો ડિપોઝિટોનું કદ 27 લાખ કરોડ કરતાં વધુ છે.
નવી દિલ્હીઃ સરકાર વૈશ્વિક સ્તરની 3-4 બેંક તૈયાર કરવાના ટાર્ગેટ સાથે બેંકોના મર્જરના એજન્ડા પર કામ કરી રહી છે. તે સરકારી માલિકીની બેંકોની સંખ્યા 21થી ઘટાડીને 12 કરવાની દિશામાં કામ કરી રહી છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, બેંકોનું મર્જર કરીને આવતા કેટલાક વર્ષોમાં તેની સંખ્યા 10થી 12 સુધી થઈ જશે. તેમણે જણાવ્યું કે, ત્રણ સ્તરીય માળખા અંતર્ગત દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ જેવી 3-4 બેંક હશે. તે અનુસાર પંજાબ એન્ડ સિંધ બેંક અને આંધ્રા બેંક જેવી કેટલીક ક્ષેત્રિય વિશેષ બેંક પોતાની સ્વતંત્ર ઓળખ સાથે જળવાઈ રહેશે ઉપરાંત નાની કેટલીક બેંક પણ અસ્તિત્વમાં રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -