પ્રોપર્ટી ખરીદનારાઓ થઈ જાવ સાવધાન, સરકારના આ નિર્ણયથી તમારા દ્વારા ખરીદાયેલ તમામ પ્રોપર્ટી માહિતી તંત્રને મળી જશે, જાણો કેવી રીતે
અત્યાર સુધી નિવાસી ભારતીયોએ જ આ પ્રકારે વિદેશી ખાતાની વિગતો દર્શાવવી પડતી હતી. એનઆરઆઇના વિદેશી ખાતામાં જમાં રહેતા નાણાં કાયદેસરની આવક ગણાતા હતા, જોકે નવી જોગવાઇ સાથે આમ કરવું સરળ સાબિત નહીં થાય. સ્વિફટ કોડના આધારે બે બેંકો વચ્ચે ઓનલાઇન નાણાં ટ્રાન્સફર થયા હોય તે જાણી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે એનઆરઆઈ માટે પણ મુશ્કેલી વધી શકે છે. અત્યાર સુધી વર્ષે ૧૮૨ દિવસ વિદેશમાં રહી પોતાને બિનનિવાસી ભારતીય તરીકે પ્રસ્થાપિત કરનારા ઘણાં એનઆરઆઇ અત્યાર સુધી તેમણે વિદેશમાંથી કરેલી આવકને ટેકસ ભર્યા વગર કાયદેસરની આવક તરીકે દર્શાવવામાં સફળ રહ્યા છે. જોકે તાજેતરમાં આવકવેરા વિભાગે આઇટીઆર ફોર્મ નંબર-૨માં સુધારો કરી તમામ એનઆરઆઇને તેઓ વિદેશમાં જે બેંક ખાતા ધરાવતા હોય તેની વિગતો દર્શાવવી પડે એવી જોગવાઇ કરી છે. આ વિગતોમાં ખાતું જયાં હોય તે વિદેશી બેંકનું નામ, તેનું સ્થળ, સ્વિફટ કોડ તથા ઇન્ટરનેશન બેંક એકાઉન્ટ નંબર (આઇબીએએન)નો સમાવેશ થાય છે.
આ માટે રિટર્નના ફોર્મમાં એક નવં સેકશન ઉમેરવામાં આવ્યું છે જેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન મુકિતનો ઉલ્લેખ છે. આથી હવે વ્યકિતગત કરદાતાએ કેપિટલ ગેઇન મુકિતનો ઉલ્લેખ કરી શકશે. ૩૧મી માર્ચ ૨૦૧૭ સુધીની ભારતીય અસ્કયામતો અને જવાબદારીઓનો વ્યાપ વિસ્તૃત કરાયો છે. હવે કરદાતાએ તેની પાસેની નાણાંકીય અસ્કયામતો જેવી કે, શેર, સિકયુરિટીઝ વગેરેનો ઉલ્લેખ કરવાનો રહેશે. સ્થાવર મિલકતોની માહિતી અને સરનામું વગેરેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.
આ ઉપરાંત ગત વર્ષે નોટબંધીના સમયે એટલે કે ૯મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર ૨૦૧૬ સુધી જો કોઇ કરદાતાએ બેંક ખાતામાં રૂપિયા બે લાખ રોકડા કે તેથી વધારે રકમ જમા કરાવી હશે તો તેની પણ માહિતી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે, કુલ ડિપોઝીટમાં કોઇ પણ એકાઉન્ટમાં રોકડેથી જમા કરાવેલી રકમ, જેમાં લોન એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે તેને પણ ગણતરીમાં લેવામાં આવશે.
આથી જે વ્યક્તિએ પ્રોપર્ટી વેચી છે તેના નાણાંની માહિતી તો તંત્ર પાસે આવી જશે. પરંતુ સાતે સાથે જેણે પ્રોપર્ટી ખરીદી છે તેના નાણાંકીય સ્ત્રોતની માહિતી પણ તંત્રને પાન નંબર દ્વારા મળી જશે.
નવી દિલ્હીઃ નોકરિયાત વર્ગ માટે નાણાંકીય વર્ષ 2016-17માં રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. નોટબંધી બાદ કાળાનાણાં પર ગાળીયો વધુ મજબૂત કરવા માટે આ વર્ષે રિટર્નમાં અનેક વિગતો ફરજિયાત પણે આપવાની છે. જે સંદર્ભે કરદાતાએ આ વર્ષે જો કોઈ પ્રોપર્ટી વેચી હોય તો તેણે ખરીદનારનો પાન નંબર પણ રિટર્નમાં લખવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -