PHOTOS: અનેક સુવિધાઓથી સજ્જ ટ્રેન 'હમસફર' આજથી થશે શરૂ, ચા-સૂપ વેન્ડિંગ મશીનની સાથે CCTV પણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષે રેલવે બજેટમાં રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ હમસફર ટ્રેનની જાહેરાત કરી હતી. તેમાં તમામ કોચ એસી-3 કેટેગરીના હશે. તેમાં સીસીટીવી, જીપીએસ-બેસ્ડ પેસેન્જર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ રહેશે. હમસફર ટ્રેનના કોચ મહારાજા એક્સપ્રેસના કોચ જેવા હશે.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોરખપુર-આનન્દ વિહારની વચ્ચે પૂર્ણ એસી-3 સેવાનું ઉદ્ઘાટન કરશે.
એક સિનિયર રેલવે અધિકારી અનુસાર, નોર્મલ એસી કોચની સરખામણીમાં આધુનિક સુવિધાથી સજ્જ આ કોચનો નિર્માણ ખર્ચ વઘારે થે. એવામાં સ્પેશિયલ ભાડું રાખવામાં આવ્યું છે.
જોકે આ ટ્રેન કોફી, ચા, સૂપ વેન્ડિંગ મશીનથી સજ્જ હશે અને દરેક કેબિનમાં રેપ્રિઝરેટેડ પેન્ટ્રી તથા અન્ય સુવિધાઓ મળશે. એટલા માટે પ્રવાસીઓને સામાન્ય મેલ, એક્સપ્સે, એસી-3ની તુલનામાં વધારે ભાડું અને એટલે કે 1.15 ટકા વધારે રકમ ચૂકવવી પડશે.
નવી દિલ્હીઃ જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે હમસફર એક્સપ્રેસ ટ્રેન આજથી નવી દિલ્હીથી શરૂ થઈ રહી છે. અનેક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન માટે ફ્લેક્સી ફેર લાગુ થશે. ફ્લેક્સી ફેર સિસ્ટમ એટલે કે જેમ સીટની સંખ્યા ઓછી થતી જાય તેમ ભાડું વધતું જાય. તેમાં તમામ કોચ એસી-3 હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -