2017માં સોનાના ભાવ ઉતરીને કેટલા થશે? પેટ્રોલના ભાવ વધીને ક્યાં પહોંચશે? જાણો મહત્વની વાત
ભારત સોનું અને ક્રૂડ બન્નેની મોટા પાયે આયાત કરે છે. ભારતની ચાલુ ખાતાની ખાધ વધવામાં આ બન્નેને ફાળો સૌથી વધારે હોય છે. જેના કારણે ડોલર અને અન્ય કરન્સીની સામે ભારતીય રૂપિયો પણ નબળો પડે છે. જેના કારણે આગામી વર્ષ 2017માં 1 ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય 67.9 રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આગામી વર્ષ 2017 ભારતીયો માટે સારા અને ખરાબ બન્ને સમાચાર લઈને આવશે. સોનાના મોરચે ભારતીયો માટે આનંદના સમાચાર લઈને આવશો તો પેટ્રોલના ભાવ લોકોને રડાવશે. અમેરિકન સ્થિત કોમેક્સ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જના ટ્રેડરોએ સોનાના ભાવ 2017માં ઘટવાની ધારણા વ્યક્ત કરી છે. જે અનુસાર ભારતમાં સોનું પ્રતિ દસ ગ્રામ એક હજાર રૂપિયા સુધી ઘટીને 26,000ની આસપાસ થઈ શકે છે. જોકે પેટ્રોનલા મામલે ભાવમાં ભડકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.
કોમેકસ પર ફેબ્રુઆરીમાં પૂરા થતાં ઓપ્શન્સમાં સોનું પ્રતિ ઔંસ (અંદાજે ૩ર.૧પ ગ્રામ) ૧,૧૦૦ ડોલરથી નીચે જવાની પૂરી સંભાવના છે. તેના ઓપ્શન્સમાં એક ઓપ્શને ૮.૧૦ ડોલરના ભાવે સોદા પડે છે, જે નવેમ્બરના પ્રારંભમાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા તે સમયના પ.૮ ડોલરના સરેરાશ ભાવથી વધારે છે.
તેનાથી વિપરીત સોનાએ આ જ સમયમાં ૧,૧૯૦ ડોલરની સપાટી તોડી છે. ટ્રમ્પના વિજય પછી ઓપ્શન્સ ૮મી નવેમ્બરના રોજના ૩૦ ડોલરના સરેરાશ ભાવથી ઘટીને શુક્રવારે ફકત ૩.૬ ડોલર પર બંધ રહ્યા હતા. સોનામાં વધારો થવાની સંભાવના નબળી થોવાની સાથે ઓપ્શનનો ભાવ પણ ઘટે છે.
સોનું ટ્રેડરોની હાલની ઓપન પોઝિશન મુજબ પ્રતિ ઔંસ ૧,૧૯૦ ડોલરની સપાટીની ચકાસણી કરવાના બદલે ૧૧૦૦ ડોલરની સપાટી તોડે (જેનો હાલમાં ભાવ ૧,૧૩૩ ડોલર છે) તો ટ્રેડરો સોનામાં વધુ ને વધુ પ્રમાણમાં ચલણનું રોકાણ કરશે. ટ્રેડરો ૧,૩૩૭ કોન્ટ્રાકટમાં ૧,૧૦૦ પુટ પર ઓપન પોઝિશન ધરાવે છે અને તેનાથી વિપરીત ૧,૬૬૬ કોન્ટ્રાકટમાં ૧,૧૯૦ પર કોલ પોઝિશન ધરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -