11 મહિનાના તળિયે પહોંચ્યું સોનું, જાણો 10 ગ્રામની કેટલી થઈ કિંમત
ડોલર સામે રૂપિયામાં સુધારો જોવા મળતા સ્થાનિક સોનું 100 રૂપિયા ઘટીને 27800ની સપાટીએ રહ્યું હતું. દિલ્હીમાં સોનું 11 મહિનાની સૌથી નીચી 27550ની સપાટી પર આવી ગયું હતું. ડિમોનેટાઈઝેશન પછી સોના-ઝવેરાતના કામકાજમાં મોટી ઓટ આવી હોવાથી ટ્રેડરોમાં નિરૂત્સાહ જોવાય છે. હાલ માગ તળિયે રહેતાં ઝવેરીઓમાં સોનાની આયાત પણ ઘટી છે અને તેને કારણે ડિસેમ્બરમાં સોનાની આયાતમાં ઘટાડો થવાની ધારણા છે. હવે બજારની નજર આગમી બજેટમાં સોનાની આયાત ડ્યૂટી ઘટાડવામાં આવે છે કે કેમ તેના પર છે. હાલની 10 ટકા ડ્યૂટી ઘટાડીને 6 ટકા કરવાની વિચારણા ચાલે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાંડ, સોયાબીન, કોપર, કોકામાં છેલ્લા કેટલાક સપ્તાહથી ઓપન ઇન્ટરેસ્ટમાં વધારો થઈ રહ્યો હોવાનું યુએસ કોમોડિટીઝ ફ્યુચર ટ્રેડિંગ કમિશનના ડેટા સૂચવે છે. દરમિયાન સ્થાનિકમાં પણ સોનું નવી ખરીદીના અભાવે છેલ્લા ૧૧ મહિનાની નીચી સપાટીએ ગબડ્યું હતું. અમદાવાદમાં સોનું ૯૯.૯ ટચનું ૧૦ ગ્રામે રૂ. ૧૦૦ ઘટીને રૂ. ૨૭,૮૦૦ના સ્તરે અને ૯૯.૫ ટચનું ૦૧ ગ્રામે રૂ. ૨૭,૬૫૦ની સપાટીએ રહ્યું હતું. વાયદામાં તો સોનું રૂ. ૨૭,૦૦૦ની નીચે ટ્રેડ થતું હતું.
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાંથી સટ્ટો વિખરાઈ રહ્યો હોવાનું ઇટીએફના કામકાજ અને છેલ્લા છ સપ્તાહથી કોમેક્સ ખાતે ફ્યુચરના ઘટી રહેલા ભાવ સંકેત આપે છે. વૈશ્વિક એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઇટીએફ) છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સતત સોનું વેચીને તેનો નફો અન્ય કોમોડિટીઝ તરફ વાળી રહ્યા છે. હાલ ગોલ્ડ ઇટીએફની પોઝિશનમાં લગભગ આઠ ટકાનો ઘટાડો થયો છે અને જુલાઈ પછીના સૌથી નીચલા સ્તરે છે. ન્યુ યોર્ક ખાતે બુલિયન સળંગ સાત સપ્તાહથી ઘટી રહ્યું છે અને તેનો સટ્ટો હવે અન્ય કોમોડિટીઝ તરફ વળ્યો છે.
નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેત અને ઘરઆંગણે જ્વેલર્સની માગ સુસ્ત રહેવાને કારણે સોનાની કિંમત 11 મહિનાના તળિયો પહોંચી ગઈ છે. દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનું 250 રૂપિયા તૂટીને 27550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું છે. બીજી બાજુ વાયદા બજારમાં સોનાની કિંમત 27,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગઈ છે. જ્યારે ઉદ્યોગ યૂનિટ્સ અને સિક્કા બનાવનારાઓની ખરીદી સુસ્ત રહેતા ચાંદી પણ 210 રૂપિયા ઘટીને 38600 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગઈ છે.
સોનામાં ૨૦૧૬ના વર્ષમાં બે વિરોધાભાસી પ્રવાહ જોવાયા છે. વર્ષના મધ્ય સુધી બ્રેક્ઝિટ અને અમેરિકાની મોનેટરી પોલિસીની પાછળ વધવાનું શરૂ થયું હતું જે વર્ષના પાછલા ભાગમાં અમેરિકામાં બોન્ડના યીલ્ડ વધતા અને વ્યાજદરમાં વધારો કરવામાં આવતા તેમજ આર્થિક ગ્રોથમાં સુધારો થતાં ઘટવા લાગ્યું. આને કારણે એક તબક્કે સોનું ઔંશદીઠ ૧૩૦૦ ડોલરની સપાટી કુદાવીને બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું તે એટલી જ ઝડપે ઘટ્યું હતું અને ૧,૧૨૦ ડોલર સુધી નીચે ગબડ્યું હતું. જ્યારે બીજી તરફ ચાંદીમાં પણ ફ્યુચરમાં પોઝિશન એપ્રિલ ૨૦૧૬ પછીની સૌથી નીચલા સ્તરે આવી હતી અને તે પણ સળંગ છ સપ્તાહથી ઘટી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -