લોન્ચ થઈ આધાર પેમેન્ટ એપ, જાણો કેવી રીતે કરશે કામ
દેશમાં અત્યાર સુધી લગભગ 94 કરોડ ડેબિટ કાર્ડમાંથી 74 કરોડ જ સક્રિય છે. તેમાં પણ 10માંથી 9 ડેબિટ કાર્ડનો ઉપયોગ માત્ર એટીએમમાંથી પૈસા નિકાળવામાં અને બેલેન્સ ચેક કરવામાં જ થાય છે. આમ અત્યાર સુધીમાં ડેબિટ કાર્ડથી નજીવી ખરીદી થાય છે, તે પાછળના ઘણા બધા કારણો છે, જેમાં જોઈએ તો પ્વાઈન્ટ ઓફ સેલ્સ એટલે પોર્સ મશીનનો અભાવ, સર્વિસ ચાર્જ, સુરક્ષાને લઈને શંકા અને ઈન્ટરનેટ ક્નેક્ટિવિટીની સમસ્યા, આ સમસ્યાના કારણે દેશમાં પૂરી રીતે કેશલેશ શક્ય બની શક્યું નહતું. પરંતુ હવે આશા રાખવામાં આવી રહી છે કે, આ બધી જ સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર નંબર બહાર પાડનાર સંસ્થા યૂઆઈડીના જણાવ્યા અનુસાર, દેશના લગભગ મોટાના યુવાનોના આધારકાર્ડ બહાર પાડી દીધા છે. જ્યારે 40 કરોડથી વધારે બેન્ક ખાતાઓ આધારથી જોડાઈ ચૂક્યાં છે. એવામાં એપ દ્વારા લેવડ-દેવડની બધી જ શક્યતાઓ જોવાઈ રહી છે. યૂઆઈડીના અનુમાન પ્રમાણે, નવી એપને આવતા કેટલાક દિવસોમાં 3 કરોડ દુકાનદારો ઉપયોગ કરશે અને જેથી 25 થી 30 કરોડ લોકો ખરીદી કરી શકશે. આ કારણે આધાર દ્વારા લેવડ-દેવડ સવા કરોડથી 6 ગણી વધી શકે છે.
નવી દિલ્હીઃ કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરાકરે આધાર પેમેન્ટ એપ લોન્ચ કરી છે. આ એપમાં આધાર કાર્ડ દ્વારા પેમન્ટ કરી શકાશે. આઈડીએફસી બેંક, યૂઆઈડીએઆઈ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશને આ એપ બનાવી છે. આ એપ દ્વારા આધાર નંબરની મદદથી તમે કોઈપણ દુકાન પર અંગૂઠાના મદદથી પેમેન્ટ કરી શકશો.
આ નવી એપના ઉપયોગ માટે તમારા પાસે સ્માર્ટફોન કે કોઈપણ ફોનની જરૂરત નથી. માત્ર, તમારા બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. તે ઉપરાંત દુકાનદાર પાસે એક સ્માર્ટફોન અને બાયોમેટ્રિક સ્કેનર મશીન હોવી જોઈએ. ફિંગરપ્રિન્ટ સેન્સરવાળો મોબાઈલ ફોન હોય તો સ્કેનરની પણ જરૂરત નથી.
આ નવી એપને યૂઆઈડી, આઈડીએફસી બેન્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એટલે કે એનપીસીઆઈએ બનાવી છે. દુકાનદાર અને કસ્ટમરને એપને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોર્ડ કરવાની રહેશે, આ એપ ગૂગલના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ગ્રાહકને પોતાનો આધાર નંબર અને બેન્કનું નામ એપમાં એડ કરવાનું રહેશે. ત્યાર બાદ મોબાઈલ હેન્ડસેટથી જોડાયેલા બાયોમેટ્રિક સ્કેનર પર અંગૂઠો મૂકવાનો રહેશે. અંગૂઠાના નિશાનથી તમારી ઓળખાણ થશે.
સૌથી મોટી વાત એ છે કે, આ લેવડ-દેવડમાં કોઈપણ સર્વિસ ચાર્જ હાલમાં આપવો પડશે નહી. આમ એકવાર તમે આ પક્રિયામાંથી પ્રસાર થઈ ગયા પછી તમને મોબાઈલ ફોનની પણ જરૂરત રહેશે નહી, અને તમે દેશના કોઈપણ ડિજિટલ પેમેન્ટ કરી શકશો. એટલે કે ડિજિટલ લેવડ-દેવડ માટે ડેબિટ કાર્ડ કે મોબાઈલ વોલેટની હવે કોઈ જ જરૂરત નથી. તેની સાથે તમારે પિન અથવા પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર આપવાની પણ જરૂરત નથી. તે ઉપરાંત ગ્રાહકોને મોબાઈલની પણ જરૂરત નથી.
વેપારીઓને આધાર કેશલેસ મર્ચેન્ટ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે. સાથે સાથે સ્માર્ટફોનને એક બાયોમેટ્રિક રીડરથી કનેક્ટ કરવાની જરૂર પડશે. આ રીડર ૨૦૦૦ રૂપિયામાં મળી જાય છે. ત્યારબાદ કસ્ટમરને એપમાં પોતાના આધાર નંબર મુકીને બેંકની પસંદગી કરવાની રહેશે. જેનાથી પેમેન્ટ કરવામાં આવનાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -