✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકાર અને ઓપરેટર્સ કોલ ડ્રોપ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ, 62 ટકા મોબાઈલ યૂઝર્સ પરેશાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2017 08:01 AM (IST)
1

ટેલિકોમ વિભાગે કહ્યું કે અમે સર્વે દરમિયાન દર અઠવાડિયાના ફીડબેક જુદા જુદા ટેલિકોમ ઓપરેટરને મોકલતા હતા જેથી તેઓ યોગ્ય પગલાં લઈ શકે. જોકે 15-28 ફેબ્રુઆરી સુધીમાં ટેલિકોમ ઓપરેટેરોએ 43,403 ફીડબેક સામે તપાસ કરી. કંપનીઓ ભલે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપતી હોવાના દાવા કરે, પરંતુ પાયાની વાસ્તવિક્તા કંઈક અલગ ચિતાર આપે છે.

2

સર્વેમાં ટેલિકોમ વિભાગની ઓટોમેટેડ કોલ સર્વિસ અને ઈન્ટીગ્રેટેડ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ (આઈવીઆરએસ) દ્વારા દેશભરમાં જુદા જુદા ટેલિકોમ ઓપરેટરના સબસ્ક્રાઈબરોને 16.61 લાખ કોલ કરવામાં આવ્યા હતા. વિભાગે તેના નિવેદનમાં કહ્યું કે સર્વેમાં ભાગ લેનારા સબસ્ક્રાઈબરોના ફીડબેકનું નિરીક્ષણ કરતાં જાણ થઈ કે કોલ ડ્રોપની સમસ્યા જેટલી દેખાય છે તેના કરતાં પણ વધારે ગંભીર છે.

3

ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે અંદાજે 2,20,935 સબસ્ક્રાઈબરોએ અમારા સર્વેમાં ભાગ લીધો હતો. જેમાંથી લગભગ 1,38,072(62.5 ટકા) લોકોએ કોલ ડ્રોપ થવાની ફરિયાદ કરી હતી. ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આ સર્વે 23 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી 2017 દરમિયાન કરાયો હતો. જેમાં દરેક સબસ્ક્રાઈબરના ફિડબેક ઓટોમેટેડ કોલ સર્વિસ દ્વારા લેવાયા હતા.

4

નવી દિલ્હીઃ ટેલીકોમ ઓપરેટર અને સરકાર સતત એવો દાવો કરી રહી છે કે કોલ ડ્રોપના સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ટેલીકોમ વિભાગ દ્વારા કરાવવામાં આવેલ એક સર્વે અનુસાર મોટાભાગના ગ્રાહકો આજે પણ કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સર્વે અનુસાર 62 ટકા યૂઝર્સ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

  • હોમ
  • બિઝનેસ
  • સરકાર અને ઓપરેટર્સ કોલ ડ્રોપ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ, 62 ટકા મોબાઈલ યૂઝર્સ પરેશાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.