1 જુલાઈ સુધી આ કામ નહીં કરો તો રિજેક્ટ થઈ જશે તમારું PAN Card, નહીં કરી શકો આ જરૂરી કામ...
પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી વિગતો મેચ થવી જોઇએ. જો એવું નહી થાય તો તમે તમારા પાનકાર્ડ અથવા આધારકાર્ડમાં ફેરફાર કરવા માટેની અરજી કરી શકો છો. આ અરજી તમારા ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપાયેલી લિંક દ્વારા પણ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશકયતા છે કે તમારા બેંક એકાઉન્ટમાં તમારા નામના સ્પેલિંગ સાથે મેળ નથી ખાતો. એવી સ્થિતીમાં તમને પેનકાર્ડ અને આધારને લિંક કરવામાં સમસ્યા થઇ શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017 સુધી પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવું પરજિયાત કર્યું છે. આમ ન કરવા પર તમારો પાન નંબર રિજેક્ટ થઈ શકે છે. બીજા બાજુ સરકારે ટેક્સ રિટર્ન ભરવા માટે પાનકાર્ડ અને આધાર નંબરને ફરજિયાત કર્યા છે. તેનો મતલબ એ છે કે, પાન સાથે આધાર લિંક નહીં કરાવો તો ચાલુ નાણાંકીય વર્ષમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકો.
ઉલ્લેખનીય છે કે, જો તમે તમારા નામમાં ઘણા સ્પેલિંગનો ઉપયોગ કરો છો, તો શકયતા છે કે તમારા પાનકાર્ડમાં તમારા નામનો અપાયેલ સ્પેલિંગ તમારા આધારકાર્ડમાં અપાયેલ સ્પેલિંગ સાથે મેળ ન ખાય. એવી સ્થિતીમાં તમારા પાનકાર્ડ અને આધારને લિંક કરવામાં સમસ્યા થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -