નીતિ આયોગના સભ્યએ કહ્યું- ટેક્સનો વ્યાપ ખેડૂતો સુધી વધારવામાં આવે
નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પાનગઢીયાએ કહ્યુ છે કે ફસાયેલી લોનનુ સમાધાન બેડ બેંક બનાવવાથી નહી નીકળે, આ સમસ્યાનું સમાધાન ખાનગી ક્ષેત્રના સ્વામીત્વવાળી એસેટ રીકન્સ્ટ્રકશન કંપની બનાવીને થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્રે એ નોંધનીય છે કે, અઢી લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેકસમાંથી છૂટ પ્રાપ્ત છે. સુત્રોનુ કહેવુ છે કે નીતિ આયોગે દેશના વિકાસની જે ત્રિવર્ષીય કાર્ય યોજના બનાવી છે તેમાં પણ દેબરાયએ કૃષિ આવક પર ટેકસ લગાવવા અને આવકથી છૂટની સીમાને અઢી લાખના સ્તર પર જાળવી રાખવા ભલામણ કરી છે. આયોગે મંગળવારે ત્રિવર્ષીય કાર્ય યોજનાના મુખ્ય બિંદુ જાહેર કર્યા હતા. સાત ભાગોમાં વિભાજીત આ કાર્ય યોજનામાં કુલ ર૪ અધ્યાય છે.
નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોયે સરકારને સંસાધન વધારવા માટે વ્યક્તિગત આવક પર આપવામાં આવતી છૂટ સમાપ્ત કરી અને ખેતીની આવક પર ટેક્સ લગાવવાની વકાલત કરી છે. તેમણે કહ્યું કે, તેનાથી ટેક્સનો આધાર વધશે અને સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે વધારે ફંડ ઉપલબ્દ થઈ શકશે.
તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, વ્યકિતગત આવક પરની છૂટ સમાપ્ત થવી જોઇએ. વ્યકિતગત આવકનો દાયરો વધારવા માટે તેમા અપાતી છૂટ સમાપ્ત કરવા ઉપરાંત એક સીમાથી વધુ કૃષિ આવક સહિત ગ્રામીણ ક્ષેત્રમાં પણ કર લગાવવો જોઇએ.
એવુ પુછાતા કે આવક વસુલવા માટે કૃષિ આવકની સીમા કેટલી હોવી જોઇએ? તો જવાબમાં તેમણે કહ્યુ હતુ કે આ ૩ કે પ વર્ષની સરેરાશ આવકના આધાર પર નક્કી થઇ શકે છે. તેમણે કહ્યુ છે કે, જે રીતે આમ કરદાતા માટે કરછૂટની સીમા છે એવી જ સીમા કૃષિ આવક મેળવનાર કરદાતા માટે પણ નક્કી થવી જોઇએ. આમા કોઇ અંતર ન હોવુ જોઇએ. જો કે તેમણે કહ્યું હતુ કે, કૃષિ આવકના આંકડા એક વર્ષ માટે ઉપયોગ કરવાને બદલે ૩ વર્ષ કે પ વર્ષની સરેરાશ લેવી જોઇએ સાથોસાથ શહેરી અને ગ્રામીણ કરદાતાઓ માટે કરછૂટની સીમા એક સમાન હોવી જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -