Jio સિમની જેમ જ પળવારમાં મળશે પાન કાર્ડ, સ્માર્ટફોનથી ભરી શકાશે ટેક્સ
આમ કરવાનો ઉદ્દેશ રિયલ ટાઈમમાં પાન કાર્ડ કરવાનો છે, જે કંપનીઓ માટે બિઝનેસ આઇડેન્ટિફિકેશન નંબર આપવાનો હશે. ઉપાંરત, ટેક્સ ડિપાર્ટમેન્ટ એક એપ તૈયાર કરી રહી છે, જેના દ્વારા કરદાતાઓને ઓનલાઈન ટેક્સ ભરવામાં સુવિધા હશે. ઉપરાંત તેના દ્વારા પાન કાર્ડ અરજી, રિટર્નની જાણકારી મેળવવા જેવી સુવિધા પણ મળશે. ડિપાર્ટમેન્ટ હાલમાં પોતાના ઓનલાઈન પોર્ટ પર અનેક સુવિધાઓ આપી રહી છે, જ્યારે નવી એપ વરિષ્ઠ અને યુવાઓ માટે વધારે સુવિધાજનક હશે.
અધિકારી અનુસાર હાલમાં જ્યાં આ પ્રક્રિયામાં 2-3 સપ્તાહનો સમય લાગે છે, તે નવી સુવિધા આવ્યા બાદ 5-6 મિનિટમાં જ થઈ જશે. પાન નંબર તરત જ આપવામાં આવશે, જોકે કાર્ડ બાદમાં ડિલિવર કરવામાં આવશે. CBDT અને કોર્પોરેટ મામલાના મંત્રાલયે નવી કંપનીઓને સંયુક્ત રીતે ચાર કલાકમાં પાન કાર્ડ જારી કરવા માટેપહેલા જ કરાર કર્યા છે.
તે અંતર્ગત થમ્બ ઇમ્પ્રેશન જેવી બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન દ્વારા કોઈપણ વ્યક્તિના એડ્રેસ જેવી વિગતો વેરિફાઈ થઈ જશે અને પાન કાર્ડ પણ મળી જશે. અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, જે રીતે e-KYC દ્વારા એક સિમ જારી કરી શકાય છે, તેવી જ રીતે આ પ્રક્રિયા પાન કાર્ડ માટે પણ લાગુ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ટૂંકમાં જ તમારે પાન કાર્ડ માટે દિવસો સુધી રાહ નહીં જોવીપડે, મિનિટોમાં જ તમને પાન કાર્ડ મળી જશે, સાથે જ તમે સ્માર્ટફોન દ્વારા જ ઇનકમ ટેક્સ ભરી શકસો. કરદાતાઓને સુવિધા આપવા માટે પોતાના અભિયાન અંતર્ગત કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) આધારકાર્ડ બેસ્ડ e-KYC સુવિધા દ્વારા મિનિટોમાં જ પાન કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.