નોટબંધી બાદ Parle બિસ્કિટના વેચાણમાં આવ્યો ઘટાડો, જાણો કન્ઝ્યૂમર ગુડ્સ કંપનીઓને કેટલું થયું નુકાસાન
નોટબંધી બાદ કન્ઝ્યૂમર ગુડ્સ કંપનીઓએ 10.2 ટકાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. માત્ર એફએમસીજી શેરમાં જ 99,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં આઈટીસી અને એચયૂએલ જેવી કંપનીઓને સૌથી વધારે નુકસાન થયું છે. કેટલાક એનાલિસ્ટોનું માનવું છે કે, કુલ મળીને કન્ઝ્યૂમર ગુડ્સ સેક્ટરમાં નોટબંધીને કારણે 40-70 ટકા સુધી વેચાણમાં ઘટાડો નોંધાઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, શહેરમાં વપરાશ વધી રહ્યો છે પરંતુ મોન્સૂન મોડેથી આવવાને કારણે ગ્રામીણ વિસ્તારમાં માગ સુસ્ત પડી છે. પરંતુ ત્યાર બાદ અમને ગ્રામીણ વિસ્તારમાં પણ વૃદ્ધિ જોવા મળી છે કારણ કે ખેડૂત બમ્પર પાકની ધારણા રાખી રહ્યા છે. 2017માં અમે ગ્રામીણ માગને જ ગ્રોથ ડ્રાઈવર માની રહ્યા છે.
શાહે જણાવ્યું કે, નોટબંધી બાદ લોકોની ખર્ચ કરવાની આદોમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે અને તેમાં ફરીથી બદલાવ આવવામાં ઘણો સમય લાગશે. પારલે બિસ્કિટ માર્કેટમાં 40 ટકા હિસ્સો ધરાવે છે જેની કિંમત અંદાજે 25,000 કરોડ રૂપિયા છે. શાહે કહ્યું કે, વર્ષ 2017માં ગ્રામીણ વિસ્તારમાં માગમાં ઉછાળો આવવાથી સેક્ટર માટે ગ્રોથ ડ્રાઈવરનું કામ કરશે.
નવી દિલ્હીઃ દેશમાં બિસ્કિટ બનાવતી સૌથી મોટી કંપની પારલે (Parle)એ કહ્યું કે, નોટબંધી બાદ તેના વેચાણમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. પારલે પ્રોડક્ટ કેટેગરી હેડ મયંક શાહે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, વર્ષ 2016માં વિતેલા બે મહિનાને છોડી દેવામાં આવે તો બિસ્કિટ કેટેગરીનો ગ્રોથ 5 ટકા રહ્યો છે, પરંતુ નોટબંધી બાદ વેચાણમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. જોકે સારા મોન્સૂન બાદ બિસ્કિટના વેચાણમાં ઉછાળો આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -