Airtel આપશે 3 મહિના સુધી 30GB હાઈ સ્પીડ FREE ડેટા, બસ કરવાનું રહેશે આ સરળ કામ
499 રૂપિયાના પેકમાં એનલિમિટેડ ઇનકમિંગ કોલ્સ, ફ્રી ડેટા અને એસએમએસ સામલે છે. તેના માટે કોઈ વધારાનો ખર્ચ નહીં લાગે. જો વપરાશ ચાર્જ 499 રૂપિયાથી ઓછો હશે તે યૂઝર્સે નક્કી દર અનુસાર ચાર્જ આપવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલે કહ્યું કે, જે કસ્ટમર્સે વિદેશ જતા પહેલા યોગ્ય ઇન્ટરનેશન રોમિંગ પેક એક્ટિવેટ નથી કરાવ્યા તેના માટે કંપની વેલ્યૂ પેક ઓફર કરશે. કંપનીએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો ગ્રાહકને ટ્રાવેલ પહેલા પેક એક્ટિવેટ નથી કરાવ્યા અને ડેઈલી વપરાશ 499 રૂપિયાથી વધારે થઈ જાય તો એરટેલેનું 499 રૂપિયાનું પેક ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે.
એરટેલની નવી ઓફર અંતર્ગત 30 એપ્રિલસુધી માય એરટેલ એપ દ્વારા લોગ ઈન કરીને પોસ્ટપેઈડ સબ્સક્રાઈબર્સને આવતા ત્રણ મહિના સુધી 30 જીબી સુધી ફ્રી ડેટા મળશે. કંપની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છેકે, વિતેલા મહિને જે લોકોએ આ ઓફર લીધી છે. તેને એક મહિનાની વેલિડિટીની સાથે 10 જીબી ડેટા આપવામાં આવશે.
ભારતી એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલને સબ્સક્રાઈબર્સને લખેલ ઈમેલમાં કહ્યું છેકે, આવતા ત્રણ મહિના સુધી દર મહિને ફ્રી ડેટાનો લાભ લઈ શકાશે. ગરમીની રજા ગાળવા માટે આ શ્રેષ્ઠ ઓફર છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel)એ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફરની ટક્કરમાં નવો પ્લાન લોન્ચ કર્યો છે. તે અંતર્ગત એરટેલે આવતા ત્રણ મહિના સુધી 30 જીબી સુધી હાઈ સ્પીડ ફ્રી ડેટા આપવાની રજૂઆત કરી છે. તમને જણાવીએ કે, કંપનીએ આ ઓફર પોતાના પોસ્ટપેઈડ યૂઝર્સ માટે રજૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -