એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે પતંજલિએ કર્યો કરાર, રામદેવે કહ્યું- '50 વર્ષમાં દુનિયા જીતીશું'
એફએમસીજી માર્કેટમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઈ-કોમર્સમાં પ્રવેશથી પતંજલિનું કદ વધી જશે. રામદેવ હંમેશા સ્વદેશીનો નારો બુલંદ કરતા આવ્યા છે. પતંજલિ છેલ્લા થોડા વર્ષોમાં દેશની મોટી એફએમસીજી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. તેણે હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ પામોલિવ અને ડાબર જેવી ગ્લોબલ અને લોકલ કંપનીઓને તેમના આયુર્વેદિક પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા મજબૂર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત સપ્તાહે ફ્રાન્સના લકઝરી ગ્રુપ LVMH મોએટ હેનેસે દ્વારા બાબા રામદેવની પતંજલિ આયુર્વેદમાં હિસ્સો લેવામાં રસ દાખવ્યો હતો. LVMHના હિસ્સાવાળી એલ કૈટર્ટન પ્રાઇવેટ ઈક્વિટી ફંડ તેના એશિયા ફંડમાંથી બચેલી રકમના અડધા 3250 કરોડ રૂપિયા (500 મિલિયન અમેરિકન ડોલર)માં પતંજલિમાં હિસ્સો ખરીદવા તૈયાર હોવાનો અહેવાલ આવ્યા હતા.
દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણ ઉપરાંત અમેઝોન, ફ્લિપકાર્ટ, ગ્રોફર્સ સહિત અન્ય મુખ્ય ઈ-રિટેલર્સ સામેલ થયા હતા. હાલ પતંજલિ તેના પોર્ટલ પરથી ઓનલાઇન પ્રોડક્ટ વેચે છે. પરંતુ પતંજલિ હવે ખુદ મોટા સ્તર પર ઓનલાઇન આવી તેની પ્રોડક્ટ વેચવાની તૈયારી કરી રહી છે.
હવે ગ્રાહકો પતંજલિની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે. આ કંપનીઓ ઉપરાંત બાબા શોપક્લૂઝ અને નેટમેડ્સના મંચ પર પણ પ્રોડક્ટ વેચશે.
નવી દિલ્હીઃ યોગગુરુમાંથી બિઝનેસમેન બનેલા બાબા રામદેવે હવે ઈ-કોમર્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમણે પતંજલિની પ્રોડક્ટ ઓનલાઇન વેચવા માટે અગ્રણી ઈ-રિટેલર એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યો છે. મંગળવારે નવી દિલ્હીમાં બાબા રામદેવ અને આ કંપનીઓ વચ્ચે કરાર થયો. બાબા રામદેવે તેમના આ કેમ્પેનને ‘હરિદ્વારથી હર દ્વાર (દરેક લોકોના ઘર)’ નારો આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે, આગામી 50 વર્ષમાં અમે દુનિયા જીતીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -