SBIની 5 સહયોગી બેંકોનું 1 એપ્રિલે થશે વિલીનીકરણ
આ પહેલા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, દેશમાં રોકડની અછત નથી. અમુક ATM ઓપરેશનલ કારણોસર ખાલી હોઇ શકે છે. અમારી પાસે સરપ્લસ કરન્સી છે અને અમે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBIમાં મર્જ થનારી સહયોગી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદનો સમાવેશ થાય છે. સૌપ્રથમ 2008માં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર SBIમાં મર્જ થઇ હતી. તેના 2 વર્ષ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્દોરનું મર્જર થયું હતું.
આ મર્જરને પગલે એસબીઆઈ વૈશ્વિક સ્તરની ધિરાણકર્તા બનશે અને કુલ એસેટ બેઝ ૩૭ લાખ કરોડનું થશે. પાંચ સહયોગી બેન્કોના વિલીનીકરણને પગલે એસબીઆઈની કુલ શાખા વધીને ૨૨,૫૦૦ થશે તેમજ એટીએમની સંખ્યા વધીને ૫૮,૦૦૦ થશે.
આ પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેનિબેટે પહેલા જ મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. આ જુદી જુદી બેંકોના બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ત્યાંથી મંજૂરી મળી ગઈ છે. બોર્ડની ભલામણ પર વિચાર કર્યા બાદ કેબિનેટે આ દરખાસ્તને અંતિમ મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ 1 એપ્રિલથી સ્ટેટ બેંકની 5 સહયોગી બેંકનું વિલીનીકરણ એસબીઆઈમાં થઈ જશે. 1 એપ્રિલથી આ બેંકોની તમામ શાખા એસબીઆઈની બ્રાન્ચ તરીકે કામ કરશે. સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર (SBBJ), સ્ટેટ બેન્ક ઓફ મૈસુર (SBM), સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર (SBT), સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા (SBP) અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ (SBH)ની અસ્ક્યામતોને ૧લી એપ્રિલના મુખ્ય બેન્ક સ્ટેટ બેન્કને તબદીલ કરાશે.
બેન્કના કુલ ગ્રાહકોનો આંક ૫૦ કરોડને પાર કરી જશે. સહયોગી બેન્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીને બાદ કરતા ઓફિસર્સ અને કર્મચારીઓ એસબીઆઈના કર્મચારીની ઓળખ મેળવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -