ટૂંકમાં જ શરૂ થઈ શકે છે 1000 રૂપિયાની નોટનું છાપકામ, ડિસેમ્બર સુધીમાં આવશે બજારમાં
આ હિલચાલ સાથે સંબંધિત વ્યક્તિનું કહેવું છે કે રૂપિયા ૨,૦૦૦ની નોટોનું છાપકામ છેલ્લાં છ મહિનાથી બંધ છે. હવે માત્ર રૂપિયા ૨૦૦ની નોટ છાપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નાના ચલણની નોટોની અછત ટાળવા માટે આ પગલું ભરાયું છે. જોકે, હાલમાં આ નોટો એટીએમમાં ઉપલબ્ધ નથી કેમ કે એટીએમ મશીનોનું એ રીતે રિકેલિબરેશન કરાયું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નોટબંધી બાદ 1000 રૂપિયાની નોટ બંધ થવાથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. અંગ્રેજી અખબાર ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટ જારી કરી શકે છે. સૂત્રો અનુસાર નોટની ડિઝાઈનિંગનું કામ જારી છે. ટૂંકમં જ મૈસૂર અને સાલ્બોની પ્રિન્ટિંગ પ્રેસમાં નવી નોટના પ્રિન્ટિંગનું કામ શરૂ થઈ જશે.
હાલમાં રૂપિયા ૫૦૦ અને ૨,૦૦૦ની ચલણી નોટો વચ્ચે મોટું અંતર હોવાને કારણે સામાન્ય માણસને છૂટા મેળવવામાં ભારે મુશ્કેલી થઇ રહી છે. રૂપિયા ૧,૦૦૦ની નોટ દાખલ થવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી જશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ સરકારે કહ્યું હતું કે રૂપિયા ૧,૦૦૦ની નોટ નવા રંગ-રૂપ સાથે બજારમાં દાખલ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -