Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આધાર નંબરને પાન સાથે લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો શું છે પ્રોસેસ
તેના માટે કોઈપણ વ્યક્તિએ પોતાના ફોનમાં મોટા અક્ષરોમાં UIDPAN બાદ સ્પેસ છોડીને તમારો આધાર નંબર અને ત્યાર બાદ તમારો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર એસએમએસ કરવાનો રહેશે. ઉપરાં તમે ઇનકમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર જઈને પણ તમે આધાર પાન એકબીજા સાથે લિંક કરાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડવાઈઝરીના જણાવ્યા અનુસાર, આધારને પાનથી લીન્ક કરવા માટે હવે આઈટી ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજિસ્ટર્ડ કરવા કે લોગઈન કરવાની જરૂરિયાત રહેશે નહિ. આ ફેસિલિટીનો ઉપયોગ દરેક વ્યક્તિ તેના આધારને પાન સાથે લિન્ક કરવા માટે કરી શકે છે.
આધાર કાર્ડમાં લખવામાં આવેલા નામમાં કોઈ પણ પ્રકારની ભુલ માટે આધાર ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) જરૂરી હશે. ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે લિન્ક કરવા માટે પાન અને આધાર પર ડેટ ઓફ બર્થ અને જેન્ડર એક જ હોવી જોઈએ.
તેના માટે સૌથી પહેલા ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમપેજ પર આપવામાં આવેલી લિન્કને ક્લિક કરવાની રહેશે. નવું પેજ ખુલ્યા બાદ તેમાં આધાર નંબર અને પાન નંબરની સાથે આધાર કાર્ડના હિસાબથી પોતાના નામની ડિટેલ આપવાની રહેશે. બાદમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ડિટેલનું વેરીફીકેશન કરવામાં આવશે. બધુ મળતું હશે તો આધાર અને પાન કાર્ડનું લિન્કીંગ કન્ફોર્મ કરવામાં આવશે.
ફાઈનાન્સ એકટ 2017 અંતર્ગત સરકારે ઈન્કમ ટેકસ રિટર્ન ( આઈટીઆર ) ફાઈલ કરવા માટે ટેકસપેયરના આધાર કે આધાર એપ્લિકેશન ફોર્મનું એનરોલમેન્ટ આઈડી આપવું અનિવાર્ય કર્યું છે. 1 જુલાઈ 2017થી પરમનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ બનાવવા માટે આધાર નંબર આપવાનું ફરજિયાત થશે. આગળ વાંચો એસએમએસ દ્વારા પણ તમે આધર અને પાનને લિંક કરી શકો છો.
નવી દિલ્હીઃ જો તમારા પાન કાર્ડને આધાર નંબર સાથે હજુ સુધી લિંક નથી કરાવ્યું તો તમારી પાસે આજે છેલ્લો દિવસ છે. કારણ કે સરકારે નક્કી કરેલ છેલ્લી તારીખમાં હવે કોઈ ફેરફાર નહીં થાય. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ કહ્યું કે, કરદાતાઓ માટે તમારા પાનને આધાર સાથે જોડવાની નક્કી સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય. સરકારે પાનને આધાર કાર્ડ સાથે જોડવાની સમયમર્યાદા આગળ વધારીને 31 ઓગસ્ટ કરી હતી. આગળ વાંચો આધાર અને પાનને એકબીજા સાથે કેવી રીતે લિંક કરશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -