JioPhoneને લઈને રિલાયન્સે બદલી પોલિસી, હવે ત્રણ વર્ષ પહેલા ફોન પર મળશે રિફંડ
નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાના જિઓફોનની ડિલીવરી શરૂ કરી દીધી છે અને હવે રિલાયન્સે જિઓફોને પોતાના ફીચર ફોનની રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ નવી પોલિસીમાં જિઓ યૂઝર્સ નક્કી સમય ત્રણ વર્ષ એટલે કે 36 મહિના પહેલા જ જિઓફોન પરત કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે યૂઝર 12થી 24 મહિના એટલે કે એક કે બે વર્ષની વચ્ચે ફોન રિટર્ન કરે છે તો તેને 500 રૂપિયા રિફંડ મળશે જિઓ તરફથી મળશે.
ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર જે યૂઝર પોતાનો જિઓફોન પ્રથમ વર્ષે જ રિટર્ન કરશે તેને કંપની તરફતી કોઈ રિફંડ નહીં મળે પરંતુ તેને 1500 રૂપિયા અને જીએસટી આપવાનો રહેશે.
ખાસ વાત એ છે કે હવે કંપની જિઓ ફોન 36 મહિના પહેલા જ રિફંડ આપવાની તક આપી રહી છે. જોકે જિઓ તરફતી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કંપનીના નજીકના સૂત્રોએ મીડિયાને આ જાણકારી આપી છે.
આ પહેલા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 21 જુલાઈના રોજ જિઓફોન લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે ફોન ઈફેક્ટિવ 0 રૂપિયાની કિંમત સાથે આવશે. તેના માટે શરૂઆતના સમયમાં 1500 રૂપિયા આપવાના રહેશે અને 36 મહિના બાદ આ રકમ રિફંડ મળશે.
જો કોઈ ગ્રાહક આ ફોન 24-36 મહિનાની અંદર રિટર્ન કરે છે તો તેને કંપની 1000 રૂપિયા રિફંડ આપશે. ઉપરાંત જો તમે 36 મહિના બાદ તમારો સ્માર્ટફોન રિટર્ન કરશો તો તમને 1500 રૂપિયાનું પૂરેપુરું રિફંડ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -