4 દિવસ બાદ નહીં ચાલે SBIની આ 6 બેંકોના ચેક, નવી ચેક બુક માટે તાત્કાલીક કરો અરજી
SBIએ ગ્રાહકોને અરજી કરી છે કે નવી ચેક બુક માટે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમ અથવા શાખામાં જઈને તાત્કાલીક અરજી કરે. 1 એપ્રિલ 2017થી SBIમાં સ્ટેટ બેંક ઓફ બીકાર એન્ડ જયપુર (SBBJ), સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ (SBH), સ્ટેટ બેંક ઓફ મૈસૂર (SBM), સ્ટેટ બેંક ઓફ પટિયાલા (SBP), સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર (SBT) અને ભારતીય મહિલા બેંકનું મર્જર થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBIએ કહ્યું કે, તેની પૂર્વ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના તમામ ગ્રાહકોને વિનંતી છે કે જો તેમણે એસબીઆઈની નવી ચેક બુક માટે અરજી નથી કરી તો તાત્કાલીક કરે, કારણ કે જૂની ચેક બુક અને IFS કોડ 30 સપ્ટેમ્બર બાદ માન્ય નહીં રહે એટલે કે બેકાર થઈ જશે.
મુંબઈઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે 5 પૂર્વ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકોનું મર્જર થયું છે તેના ગ્રાહકો માટે આ સમાચાર મહત્ત્વના છે. જો તમે આમાંથી કોઈપણ બેંકના ગ્રાહક છો અને તમારી પાસે તેની જૂની ચેકબુક છે તો હવે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. સ્ટેટ બેંકે તેની 5 પૂર્વ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના ગ્રાહકોને નિર્દેશ આપ્યા છે કે તે તાત્કાલીક પ્રભાવથી નવી ચેક બુક માટે અરજી કરે કારણ કે 30 સપ્ટેમ્બર બાદ જૂની બેંકના ચેક માન્ય નહીં રહે અને તે બેકાર થઈ જશે. એટલે કે આગામી ચાર દિવસ બા આ ચેક બેકાર થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -