પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે ભાવમાં ઘટાડો થયો, જાણો કેટલું સસ્તું થયું.....
ચેન્નાઇમાં ઇંધણના ભાવમાં ઘટાડો થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચેન્નાઇમાં શુક્રવારે પેટ્રોલ 85.63 પ્રિત લિટર અને ડીઝલ 79.82 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે. અન્ય શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલ રૂ.79.71, ડીઝલ રૂ.78.89, સુરતમાં પેટ્રોલ રૂ.79.66, ડીઝલ રૂ.78.90, રાજકોટમાં પેટ્રોલ રૂ.79.47, ડીઝલ રૂ.79.00, વડોદરામાં પેટ્રોલ રૂ.79.32, ડીઝલ રૂ.78.60, જામનગરમાં પેટ્રોલ રૂ.79.57, ડીઝલ રૂ.78.79, છોટા ઉદેપુરમાં પેટ્રોલ રૂ.79.86, ડીઝલ રૂ.79.14, દાહોદમાં પેટ્રોલ રૂ.80.49, ડીઝલ રૂ.79.86 છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇમાં પેટ્રોલ 87.84 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જ્યારે ડીઝલ 79.13 રૂપિયા પ્રતિ લિટર થયું છે. ગુરુવારે મુંબઇમાં પેટ્રોલ 88.08 રૂપિયા જ્યારે ડીઝલ 79.24 રૂપિયા પ્રિત લિટર વેચાઇ રહ્યું હતું. કોલકાત્તામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કોલકત્તામાં પેટ્રોલ 84.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.33 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમનતે લઈને આમ આદમીને સતત બીજા દિવસે રાહત મળી છે. આજે પેટ્રોલ 24 પૈસા અને ડીઝલ 10 પૈસા સસ્તું થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.38 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 75.48 રૂપિયા પ્રતિ લિટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -