Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં તોળાતો ભાવવધારો, જાણો કેટલી વધશે કિંમત
કેન્દ્ર સરકાર પહેલા જ પેટ્રોલ અને ડીઝલમાં રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરી ચૂકી છે. તેની સાથે જ કેટલાક રાજ્યોમાં વેટામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ક્રૂડની કિંમતમાં સતત થઈ રહેલ વધારા બાદ અન્ય રાજ્યોમાં પણ વેટ ઘટાડવાનું દબાણ વધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ કિંમત સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા બાદ પણ વધધતી જ જઈ રહી છે. ગુરુવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 69.07 રૂપિયા ચૂકવવી પડી હતી. જ્યારે ડીઝલ માટે 58.33 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલ વધારા માટે ક્રૂડ ઓઈલની વૈશ્વિક સ્તરે કિંમતમાં થયેલ વધારો જવાબદાર છે.
એક બિઝનેસ વેબસાઈટ અનુસાર ગુજરાત ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સીધો જ 2 રૂપિયાનો વધારો થઈ શકે છે. જો એવું થાય તો સરતાર તરફથી આ વખતે રાહત મળવાની શક્યતા ઓછી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને લઈને ચિંતા જરૂર છે. જોકે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાના સવાલ પર તેમણે કંઈ કહ્યું નહીં.
ઉલ્લેખનીય છે કે, ક્રૂડ ઓઈલની કિંમતમાં સદદ વધારો થઈ રહ્યો છે. બુધવારે વૈશ્વિક સ્તરે ભાવ 65.70 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયા હતા. ક્રૂડની આ કિંમત 30 મહિનાની સૌથી ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. ઇન્ડિયન બાસ્કેટની વાત કરીએ તો ક્રૂડની કિંમત 61.70 ડોલર પ્રતિ બેરલ પ હોંચી ગઈ છે.
ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત થઈ રહેલ વધારાના કારણે ઓઈલ કંપનીઓ પર ભાર પડી રહ્યો છે. એવામાં કહેવાય છે કે, ગુજરાત ચૂંટણી પૂરી થાય બાદ કંપનીઓ કિંમતમાં મોટો વધારો કરી શકે છે. હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દૈનિક ફેરફાર થાય છે. હાલમાં કિંમતમાં 3-4 પૈસાનો વધારો કે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ક્રૂડની કિંમતમાં થઈ રહેલ સતત વધારાને કારણે કંપનીઓના માર્જિન ઘટી રહ્યા છે. આ કારણે કંપનીઓ કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -