2017માં પેટ્રોલનો ભાવ રૂપિયા 80 થઈ શકે છે, જાણો શું છે કારણ
ક્રૂડ 60 ડૉલર સુધી ગયું તો પેટ્રોલ 80 અને ડીઝલ 68 રૂપિયા સુધી જઇ શકે છે. ક્રિસિલના જણાવ્યાનુસાર નોટબંધીથી આર્થિક ગતિવિધિઓ સુસ્ત થઇ ગઇ છે, જેથી પેટ્રોલિયમનો વપરાશ પણ ઘટશે પરંતુ કરન્સી સંકટ ખતમ થયા બાદ તેમાં ફરી તેજી આવશે. ભારત તેની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે.
રિપોર્ટ મુજબ ઇન્ડિયન ઓઇલ જેવી સરકારી કંપનીઓ 30-40 દિવસ એડવાન્સમાં ક્રૂડનું બુકિંગ કરે છે. તેથી ક્રૂડ મોંઘું થવાથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં તેમનો નફો વધશે. ત્રિમાસિક ગાળામાં તેમનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન 6-7 ડૉલર પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે. સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં તેમનું માર્જિન 3.8 ડૉલર પ્રતિ બેરલ હતું પણ જાન્યુઆરી-માર્ચમાં તેનો ફાયદો નહીં મળે, કેમ કે ત્યારે તેમની ક્રૂડ ખરીદી વધુ કિંમત પર હશે.
મુંબઈઃ ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે આવતા મહિનાથી ક્રૂડ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે 3-4 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 5થી 8 ટકા વધી જશે તેમ ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું છે. હાલમાં મુંબઇમાં પેટ્રોલ 72.46 રૂપિયે લિટર છે, જે 75 રૂપિયે લિટર થઇ શકે છે. તે રીતે ડીઝલનો ભાવ 60.17 રૂપિયે લિટરથી વધીને 64 રૂપિયે લિટર થઇ શકે છે. ક્રિસિલે ભાવમાં વધારાનું આકલન આધાર પર કર્યું છે કે માર્ચ, 2017 સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 50-55 ડૉલર પ્રતિ બેરલ હશે.
ક્રૂડના ભાવ લગભગ બે વર્ષથી નીચા રહ્યા છે, જેથી તેનું ઉત્પાદન કરતા દેશોની કમાણી ઘટી ગઇ છે. કારણે બુધવારે ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદન દૈનિક 12 લાખ બેરલ ઘટાડવાનો નિર્ણય કર્યો. ઉત્પાદન ઘટવાથી ભાવ વધશે. વૈશ્વિક સ્તરે હાલ દૈનિક 14થી 17 લાખ બેરલનો ઓવર સપ્લાય છે. તેથી ઉત્પાદનમાં કાપથી માગ અને પુરવઠા વચ્ચે સંતુલન આવશે. ક્રૂડના ભાવ 50 ડૉલર પ્રતિ બેરલથી વધુ થવાથી અમેરિકી શેલ ઓઇલ પણ નફાની સ્થિતિમાં આવી જશે. જોકે, બધી બાબતોનો આધાર ઓપેક દેશો સમજૂતીને ક્યાં સુધી વળગી રહે છે તેના પર છે. અગાઉ પણ આવી સમજૂતીના પ્રયાસ થયા હતા પણ કેટલાક દેશો ઉત્પાદન ઘટાડવા તૈયાર નહોતા.