રાહત બાદ ત્રીજા દિવસે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ
ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે સામાન્ય લોકોને થોડી રાહત આપતા પેટ્રોલ ડીઝલ પર 2.5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ ગુજરાત સરકારે પણ 2.5 રૂપિયા ઘટાડાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ આ ભાવ ઘટાડા બાદ ત્રણ દિવસમાં થયેલ ભાવ વધારાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પવન ખેડાએ કહ્યું કે, આ મોદી સરાકરની છેતરપિંડીને દર્શાવે છે, જે એક્સાઈઝ ડ્યૂટમાં સામાન્ય ઘટાડાનો જશ લઈ રહી છે અને ઓઈલ કંપનીઓને પાછળના દરવાજેથી કિંમત વધારવા કહી રહી છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં જે વધારો કરવામાં આવ્યો તે મોદી સરકારનું પાખંડ દર્શાવે છે. તેનો એક જ મતલબ છે કે તથાકથિત ઘટાડો પાંચ રાજ્યોમાં થનારી ચૂંટણી માચે ચૂંટણી લોલીપોપ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર દ્વારા રાહત આપ્યા બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમત 53 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 87 પૈસાનો વધારો થયો છે. એટલે કે પેટ્રોલની તુલનામાં ડીઝલની કિંમતમાં વધારે વૃદ્ધિ જોવા મળી છે. તમને જણાવીએ કે, ડીઝલની કિંમતમાં વધારાને કારણે મોંઘવારીમાં વધારો થવાની સંભાવના છે કારણ કે ટ્રાન્સપોર્ટ તેના પર જ નિર્ભર છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં શુક્રવારે મળેલ 5 રૂપિયાની રાહત બાદ સતત ત્રીજા દિવસે ઓઈલ કંપનીઓએ કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર 21 પૈસા અને ડીઝલ પર 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.03 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 73.82 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. મુંબઈની વાત કરીએ તો આજે પેટ્રોલની કિંમત 87.50 રૂપિયા અને ડીઝલ 77 રૂપિયા પ્રતિ લિટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -