તમને ખબર પણ ન પડી અને ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો જુલાઈથી અત્યાર સુધીમાં કેટલી વધી કિંમત
પેટ્રોલમાં ૯ ટકા અને ડીઝલમાં સાત ટકાનો ભાવવધારો જુલાઈથી અત્યાર સુધીમાં થઈ ગયો છે પરંતુ ધીમા સુધારાને કારણે લોકોના ખિસ્સામાં ધીમો-ધીમો બોજ પડી રહ્યો હોવાથી ખાસ કોઈ ઉહાપોહ જોવા મળ્યો નથી. સામાન્ય રીતે અગાઉ બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો થતો તો ભારે ઉહાપોહ થતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ચાલુ વર્ષે જુલાઈથી પેટ્રોલની કિંમતમાં લિટરે 6 રૂપિયાનો વધારો થયો છે. હાલમં પેટ્રોલની કિંમત ત્રણ વર્ષની ટોચે પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમતમાં દરરોજ ફેરફાર કરવામાં આવે છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના આંકડા અનુસાર જુલાઈની શરૂઆતતી ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે 3.67 રૂપિયાનો વધારો થયો છે. ડીઝલના ભાવ ચાર મહિનામાં સૌથી વધારે થઈ ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ લિટરદીઠ ૬૯.૦૪ રૂપિયા થઈ ગયું છે, જે ઓગસ્ટ-૨૦૧૪ના બીજા છ માસિક ગાળામાં ૭૦.૩૩ રૂપિયા હતા.
પ્રથમ ૧૫ દિવસ પેટ્રોલના ભાવ ઘટ્યા હતા, પરંતુ ૩ જુલાઈથી તેમાં સતત વધારો થતો રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર ચાર જ દિવસ તેમાં ઘટાડો થયો છે અને એ પણ માત્ર બેથી નવ પૈસાનો ઘટાડો થયો હતો. એ જ રીતે ડીઝલના ભાવ પણ સતત વધતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિનામાં બે વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની ૧૫ વર્ષ જૂની પ્રથા પેટ્રોલિયમ કંપનીઓએ ગત જૂન મહિનાથી દૂર કરી દીધી છે. હવેથી દરરોજ સવારે ૬ વાગે ભાવમાં વધ-ઘટ થાય છે. ૧૬ જૂનથી આ પ્રથા અમલી બની ગઈ છે.
એક પેટ્રોલિયમ કંપનીના સીનિયર એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે અગાઉ એક જ ઝાટકે બેથી ત્રણ રૂપિયા વધારી દેવાતા ત્યારે દરેક વ્યક્તિને લાગતું હતું કે ભાવ વધી ગયા. પરંતુ હવે એકથી ૧૫ પૈસાનો રોજબરોજનો વધારો કરી દેવામાં આવી રહ્યો છે, જેની લોકોને ખબર પણ પડતી નથી કે ધ્યાન પણ રહેતું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -