રિલાયન્સ Jio ફોનને ટક્કર આપશે વોડાફોન, આઈટેલના ફીચર ફોન પર આપશે ફ્રી ટોક ટાઈમ
આઈટેલ ઇન્ડિયાનાચીફ એક્ઝીક્યૂટિવ સુધીર કુમારે કહ્યું કે, આ ઓફર વોડાફોન ગ્રાહકો માટે એક્સક્લૂસિવલી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ અન્ય સર્વિસ પ્રોવાઈડર્સની સાથે આ પ્રકારની સમજૂતીની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યૂલરના મોટાભાગના ગ્રાહક ભારતીય બજારમાં માત્ર વોઈસ સર્વિસ માટે જ ફીચરફોનનો ઉપયોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App800 રૂપિયાના મોબાઈલ પર કુલ કેશબેક 900 રૂપિયા હશે, જેથી આ પોનની ઇફેક્ટીવ કિંમત શૂન્ય થઈ જશે. જિઓફોનની પણ ઇફેક્ટીવ કિંમત શૂન્ય છે. વોડાફોન ઇન્ડિયાના એસોસિએટ ડાયરેક્ટર, કન્ઝ્યુમર બિઝનેસ, અવનીશ ખોસલાએ કહ્યું કે, આ સમજૂતી અમારા હાલના અને નવા ગ્રાહકોને નવા ડિવાઈસ ખરીદવા માટે પ્રેરિત કરશે.
આ ઓફર અંતર્ગત આઈટેલનો 800થી 2000 રૂપિયાનો ફીચર ફોન ખરીદનાર ગ્રાહકને 18 મહિના સુધી 50 રૂપિયાનો ટોકટાઈમ ફ્રી મળશે. પરંતુ શરત એટલી છે કે ઓછામાં ઓછાં 100 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. વોડાફોને એક નિવેદનમાં કહ્યું છે કે, આ ઓફર તેના હાલના નવા વોડાફોન ગ્રાહકો માટે આઈટેલના નવા ફીચર ફોન પર ઉપલબ્ધ થશે.
નવી દિલ્હીઃ ભારતની બીજી સૌથી મોટી પ્રાઈવેટ ટેલીકોમ કંપની વોડાફોને રિલાયન્સ જિઓના ફોને ટક્કર આપવા માટે ચીનની આઈટેલ સાથે કરાર કર્યો છે. તે અંતર્ગત આઈટેલના 2જી ફીચર ફોન પર વોડાફોન ફ્રી વોઈસ પ્લાન અને કેશબેક જેવી ઓફર આપશે. આઈટેલના નવા ફીચર ફોન ખરીદનારને ફ્રી ટોકટાઈમ પણ વોડાફોન દ્વારા આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -