✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલની કિંમત ફરી 1 મહિનાની ઉંચાઈ પર, એક્સાઈઝમાં ઘટાડો પણ ન આવ્યો કોઈ કામમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2017 11:02 AM (IST)
1

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતમાંથી સામાન્ય લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, આ ઘટાડો પણ હવે કામમાં નથી આવી રહ્યો અને પેટ્રોલ ડીઝલની કિંમત ફરી 1 મહિનાની ટોચે પહોંચી ગયો છે. 1 મહિના પહેલા દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર હતી ત્યારે સરકારે એક્સાઈઝડમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી હતી, પરંતુ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ફરીથી 70 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.

2

સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 69.69 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. દિલ્હી ઉપરાંત અન્ય મેટ્રો શહેરમાં પણ કિંમત વધી ગઈ છે. સોમવારે કોલકાતમાં કિંમત 72.44 રૂપિયા, મુંબઈમાં 76.79 રૂપિયા અને ચેન્નઈમાં 72.23 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે 3 ઓક્ટોબરે એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લિટર ઘટાડો કર્યો હતો ત્યાર બાદ 4 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને 68.38 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ હતી.

3

પરંતુ ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલી તેજીને કારણે દેશમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. વિતેલા સપ્તાહે ભારતીય બાસ્કેટ માટે ક્રૂડ ઓઈલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી જે 27 મહિનામાં સૌથી વધારે છે.

  • હોમ
  • બિઝનેસ
  • પેટ્રોલની કિંમત ફરી 1 મહિનાની ઉંચાઈ પર, એક્સાઈઝમાં ઘટાડો પણ ન આવ્યો કોઈ કામમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.