આ 5 દેશ જ્યાં 1 લિટર પેટ્રોલ માટે વસૂલવામાં આવે છે 132થી 145 રૂપિયા
જ્યારે પાડોશી દેશની વાત કરીએ તો નેપાળમાં 69, શ્રીલંકામાં 64, ભૂટાનમાં 57, બાંગ્લાદેશમાં 71 અને ચીનમાં 81 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે વિશ્વમાં કુલ 91 એવા દેશ છે જ્યાં ભારત કરતાં પેટ્રોલ સસ્તું મળે છે.
સસ્તા પેટ્રોલ વેચનારા દેશોના રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાન હાલમાં 32માં નંબર પર છે. પરંતુ કિંમત વધ્યા બાદ ભારત આ યાદીમાં 92માં નંબર પર આવી ગયું છે.
જ્યારે સસ્તું પેટ્રોલ વેચનારા દેશની વાત કરીઓ તો સૌથી સસ્તું પેટ્રોલ હાલમાં દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં છે. જ્યાં માત્ર 68 પૈસા પ્રતિ લિટરે પેટ્રોલ મળી રહ્યું છે. ત્યાર બાદ ઇરાનનો નંબર આવે છે જ્યાં પેટ્રોલ 20 રૂપિયે લિટર મળી રહ્યું છે. જ્યારે સૂડાનમાં 22 રૂપિયે લિટર પેટ્રોલ મળે છે.
ડેનમાર્કમટાં પેટ્રોલ 132 રૂપિયા લિટર, નેધરલેન્ડમાં 134 રૂપિયા, નોર્વેમાં 140 રૂપિયા, હોંગકોંગમાં 144 રૂપિયા અને આઈસલેન્ડમાં 145 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળે છે. (બધા આંકડા રાઉન્ડઓફમાં) ખાસ વાત એ છે કે આ તમામ દેશ વિકસિત છે અને અહીં લોકોનું જીવન અને આવકનું સ્તર ઘણું ઉંચું છે.
નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલની કિંમત 84.99 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ અંદાજે 51.61 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. પરંતુ વિશ્વના અનેક દેશ એવા છે જ્યાં એક લિટર પેટ્રોલ માટે 100 રૂપિયાથી વધારે ચૂકવવા પડે છે. એક લિટર પેટ્રોલ માટે 100 રૂપિયાથી વધારે વસૂલનારા દેશોની સંખ્યા અંદાજે 45 છે. જ્યારે 5 દેશ એવા છે જ્યાં પેટ્રોલની કિંમત 132થી 145 રૂપિયા પ્રતિ લિટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -