જો સરકાર આ પગલું ભરશે તો 89થી ઘટીને 60 રૂપિયા લિટર મળશે પેટ્રોલ, ડીઝલ થશે 50નું....
જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને આ મામલે નકારી ચૂકી છે કે તે ટેક્સમાં કોઈપણ રાહત આપી શકે તેમ નથી કારણ કે ટેક્સમાં ઘટાડો કરે તો તેની અસર રાજ્યની કલ્યાણકારી નીતિઓ પર પડી શકે છે અને નાણાંકીય સંકટનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સોમવારે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો વિરોધમાં વિપક્ષે ભારત બંધની જાહેરાત કરી હતી. જ્યારે બંધ દરમિયાન પેટ્રોલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 23 પૈસા વધીને પ્રતિ લિટર 80 રૂપિયાને પાર કરી ગયું હતો તો મુંબઈમાં કિંમત 87.77 રૂપિયા પ્રતિ લિટર હતી.
બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર એ સંભાવનાને પણ નકારી ચૂકી છે કે તે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના વ્યાપમાં લેવામાં આવશે. પરંતુ ખાસ વાત એ છે કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે તો મુંબઈમાં 87.77 રૂપિયા પ્રતિ લિટર મળતું પેટ્રોલ અંદાજે 12થી 15 ટકા સસ્તું થઈ જશે. જ્યારે દિલ્હીમાં લગભગ 9 ટકા જેટલું સસ્તું થઈ જશે. ઉપરાંત ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે તો તેની કિંમતમાં પણ 8-10 ટકા ઘટાડો આવી શકે છે અને કિંમત 50 રૂપિયા પ્રતિ લિટરની અંદર રાખી શકાય છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ભાવ કાબુમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ મળીને ટેક્સમાં ઘટાડો કરે તો જ કિંમતમાં કાબુમાં આવી શકે છે. પરંતુ આ નિર્ણય કરે તો બન્ને કેન્દ્ર અને રાજ્ય સરકારે એક મોટી આવક ગુમાવી પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -