પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને PM મોદી આજે ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે કરશે બેઠક, શું ઘટશે ભાવ?
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલ વધારાની વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઓઈલ અને ગેસ ક્ષેત્રની ભારત સહિત વિશ્વની કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર્સ (CEO) સાથે હાલની સ્થિતિ પર ચર્ચા કરશે. બેઠકમાં ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો અને ક્રૂડ ઓઈલમાં કિંમતમાં વધારાને કારણે પડનારી અસર પર ચર્ચા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો છતાં દરરોજ ભાવ સતત નધી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ફરી તેની જૂની સપાટીએ આવી ગયા છે. પેટ્રોલનો ભાવ રવિવારના દિવસે દેશના ચાર મહાનગરોમાં દિલ્હી, મુંબઇ, કોલકાત્તા અને ચેન્નઇમાં ક્રમશઃ 82.72, 88.18, 84.54 અને 85.99 રૂપિયા પ્રતિ લિટર છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. જેના પગલે ભાવ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતો 85 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચ્યું છે. આ પહેલા ઓક્ટોરબરની શરૂઆતમાં નાણાંમંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ ઉપર લાગનારી એક્સાઇઝ ડ્યૂટીમાં દોઢ રૂપિયો પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત સરકારી ઓઇલ કંપનીઓને પણ એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનું પણ કહ્યું હતું.
ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવ રવિવારે દિલ્હીમાં 75.38, મુંબઇમાં 79.02, કોલકત્તામાં 77.23 અને ચેન્નાઇમાં 79.71 રૂપિયા પ્રતિ લિટર રહ્યો છે. રાજ્યોમાં ટેક્સની અલગ અલગ દરના કારણે કિંમતોમાં અંતર આવી જાય છે. જ્યાં વેટ વધારે હશે ત્યાં પેટ્રોલ-ડીઝલ ઉપર સૌથી ઓછો ટેક્સ લાગે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જીએસટી હેઠળ નથી લાવવામાં આવ્યા. ચાર મહાનગરોમાં દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સ લગાવવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -