અબજોના કૌભાંડ બાદ હવે જાગી PNB, નિયમોમાં કર્યા ફેરફાર
હવે સ્વિફ્ટ વ્યવસ્થાને ત્રણ અલગ-અલગ અધિકારી ‘શરૂ, વેરિફાઈ અને અધિકૃત’ કરશે. અત્યાર સુધી આ કામ બે અધિકારીઓ જ કરી લેતા હતા. આની સાથે જ ‘ટ્રેઝરી ડિવિઝન મુંબઈ’નામનું એક યૂનિટ પણ બનાવવામાં આવ્યું છે. આ બેંકો દ્વારા સ્વિફ્ટ ટેક્નોલૉજીના માધ્યમથી જે મેસેજ મોકલવામાં આવ્યા હશે તેને ફરી એકવાર અધિકૃત કરશે. આ બધું સંદેશાઓ સાથે નહીં કરવામાં આવે. જે મેસેજીસને રિજેક્ટ કરવામાં આવ્યા હશે તેનો પણ રેકોર્ડ રાખવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વિફ્ટ ટેક્નોલૉજીને હવે PNBના અધિકારીઓ સુધી મર્યાદિત કરી દેવાઈ છે. આની સાથે જ બેંકના અધિકારી પોતાના હોદ્દા પ્રમાણે જ LOU ઈશ્યુ કરી શકશે. નવા નિયમોની જાણકારી નવી દિલ્હી સ્થિત મુખ્ય બ્રાન્ચ દ્વારા તમામ ક્ષેત્રીય શાખાઓને આપવામાં આવશે.
આ સમગ્ર કૌભાંડ મુંબઈ બ્રાન્ચ સાથે જોડાયેલું છે. આમાં PNBના ઘણા કર્મચારીઓ શામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. બે જૂનિયર કર્મચારીઓ પર આરોપ છે કે, તેમણે સ્વિફ્ટ વ્યવસ્થાનો દુરુપયોગ કરીને નીરવ અને મેહુલ ચોક્સીને ગેરકાયદેસર ઘણીવાર લેટર ઑફ અંડરટેકિંગ (LOU) ઈશ્યુ કર્યા હતા. આ કામમાં બેંકના ડેપ્યૂટી (હવે પૂર્વ) ગોકુલનાથ શેટ્ટી પણ તેમનો સાથે આપી રહ્યો હતો.
જણાવી દઈએ કે, નીરવ મોદીને કથિત પણે આટલા મોટા કૌભાંડ કરવામાં સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્શિયલ ટેલિકૉમ્યુનિકેશન (સ્વિફ્ટ ટેક્નોલૉજી)થી જ મળી હતી.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં થયેલ કૌભાંડની અસર હવે પીએનબી સહિત અન્ય બેંકોના કામકાજ પર જોવા મળી રહી છે. કહેવાય છે કે, સ્વિફ્ટ નેટવર્કનો ઉપયોગ માટેના નિયમ કડક કરવામાં આવ્યા છે. હવે માત્ર અધિકારી સ્વિફ્ટ પર મેસેજ જનરેટ કરી શકશે. મેસેજ જનરેટ કરવા, વેરિફાઈ કરવા અને તેને ઓથોરાઈઝ કરનાર ત્રણેય અલગ અલગ અધિકારી હશે. આ પહેલા સુધી બે અધિકારી અથવા ક્લાર્ક તેને જનરેટ કરતાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -