રાંઘણ ગેસ થયો પાછો મોંઘો, જાણો સબસડીવાળા LPGમાં ઝીંકાયો કેટલો વધારો?
નવી દિલ્હી: પેટ્રોલિયમ કંપનીઓએ ક્રૂડની વૈશ્વિક બજારમાં રહેલી કિંમત અનુસાર હવે રાંધણગેસની કિંમતમાં પણ ફેરફાર કર્યા છે. હાલમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. હવ કંપનીઓના આદેશ મુજબ રાંધણ ગેસનો સબસીડીવાળા સિલિન્ડર ૪ રૂપિયા મોંઘો થયો છે, તો સબસિડી વિનાનો સિલિન્ડર ૭૯ રૂપિયા સસ્તો થયો છે. હવે ઉપભોકતાઓના ખાતામાં ૯૧.૩૫ રૂપિયા સબસિડી જમા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલિયમ કંપનીઓના જણાવ્યા અનુસાર જયપુરમાં પેટ્રોલ ૧.૬૯ રૂપિયા અને ડીઝલ ૧.૧૨ રૂપિયા મોંઘુ થશે. આ નવો ભાવ ગુરુવારથી અમલમાં આવ્યો છે.
પેટ્રોલિયમ કંપનીઓએ ગેસ તથા પેટ્રોલ ડિઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ રાજસ્થાનના અધ્યક્ષ દીપક સિંહ ગેહલોતના જણાવ્યા પ્રમાણે હવે જયપુરમાં ૧૪.૨ કિલોના સબસિડી વિનાનો સિલિન્ડર ૬૨૦ રૂપિયાને બદલે ૫૪૧ રૂપિયામાં મળશે. સબસિડીવાળો સિલિન્ડર ૪૪૫.૫૦ રૂપિયાને બદલે ૪ રૂપિયા મોંઘો ૪૪૯.૫૦ રૂપિયાનો પડશે. હવે ઉપભોકતાઓના ખાતામાં ૯૧.૩૫ રુપિયા સબસિડી જમા થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -