TRAIના આદેશ બાદ પણ મળી રહી છે જિઓ પ્રાઈમની સાથે સમર સરપ્રાઈઝ ઓફર, જાણો ક્યારે થશે બંધ
આજે પણ જે લોકો પ્રાઈમ મેમ્બર બની રહ્યા છે તેને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ મળી રહ્યો છે. માટે તમારી પાસે છેલ્લી તક છે પ્રાઈમ મેમ્બર બનીને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ લેવાની.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓની વેબસાઈ પર પણ જિઓની પ્રાઈમ મેમ્બરની સાથે સમર સરપ્રાઈઝ ઓફર મળી રહી છે. અહીં તમને કહેવામાં આવી રહ્યું છે કે, જલદી કરો ઓફર ગમે ત્યારે બંધ થઈ જશે. ખુદ જિઓએ કહ્યું છે કે, તે આ ઓફરને થોડાક જ દિવસમાં બંધ કરી દેશે.
જિઓ તરફતી કહેવામાં આવ્યું છે કે, ટ્રાઈના આદેશ બાદ પણ જે યૂઝર્સ પહેલા જ પ્રાઈમ મેમ્બરશિપ લઈ ચૂક્યા છે તેને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ ત્રણ મહિના સુધી મળશે.
જિઓ તરફતી કહેવામાં આવ્યું છે કે, પ્રાઈમ મેમ્બરશિપ લેવાની છેલ્લી તારીખ આજે પણ 15 એપ્રિલ જ છે. પરંતુ હવે પ્રાઈમ મેમ્બરશિપ લેનાર યૂઝર્સને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ નહીં મળે. જોકે, પ્રાઈમ યૂઝર્સ મેમ્બર બન્યા બાદ પ્રાઈમ મેમ્બરેને જે પહેલા ઓફર આપવામાં આવી હતી તે યથાવત રીતે મળતી રહેશે.
નવી દિલ્હીઃ મોબાઈલ ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)ના આદેશનું પાલન કરતા પોતાની સમર સરપ્રાઈઝ ઓફર પરત લેવાની જાહેરાત કરી છે. પરંતુ તાત્કાલીક તેને બંધ કરવામાં આવી નથી. એટલે કે તમે હજુ પણ સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ લઈ શકો છો.
જિઓ તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, TRAIએ સમર સરપ્રાઈઝ ઓફરને પરત લેવાનો આદેશ આપ્યો છે. જેના જવાબમાં જિઓ તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે ટ્રાઈના આદેશનું પાલન કરશે.
તેની સાથે જ જિઓએ એ પણ કહ્યું છે કે, આવતા કેટલાક દિવસોમાં શક્ય એટલું ઝડપથી આ ઓફર બંધ કરી દેશે. એટલે કે તે તાત્કાલીક ઓફર બંધ ન કરી શકે. તેનો સ્પષ્ટ મતલબ છે કે, હજુ પણ સરપ્રાઈઝ ઓફર બંધ નથી થઈ, પરંતુ તેને બંધ થવામાં થોડા દિવસો લાગશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -