✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારના કાર્યકાળમાં બેંકોની NPAમાં 322%નો તોતિંગ વધારો, RTIમાં થયો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Sep 2018 02:59 PM (IST)
1

આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે તેમની પાસે એનપીએનો આંકડો ડિસેમ્બર 2017 સુધીનો જ છે. જે પછીના આંકડા માટે રાહ જોવી પડે તે છે. આરબીઆઈએ જૂન 2014થી ડિસેમ્બર 2017 સુધીના આંકડા આપ્યા છે. જે મુજબ 30 જૂન 2014 સુધી સરકારી બેંકોની ગ્રોસ એનપીએ 2,24,542 કરોડ રૂપિયા હતા. જે વધીને 31 ડિસેમ્બર, 2017 સુધી 7,24,524 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ચાક વર્ષ દરમિયાન સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો વધારો જોવા મળ્યો છે.

2

આરટીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પૂછવામાં આવ્યું હતું કે જૂન 2014થી 2018 સુધી સરકારી બેંકોની એનપીએની શું સ્થિતિ છે. તેની સાથે જ કેન્દ્રીય બેંક પાસેથી આ જાણકારી માંગવામાં આવી હતી. આરટીઆઈના સવાલના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે એપ્રિલ 2014થી માર્ચ 2018 સુધી સરકારી બેંકોએ 1,77,931 કરોડ રૂપિયાની કુલ રિકવરી કરી છે.

3

નવી દિલ્હીઃ સરકારી બેંકો માટે નોન પરફોર્મિંગ એસેટ (NPA) એક મોટો પડકાર બની ચુકી છે. તાજેતરમાં જ પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનના એનપીએ પર ખુલાસા બાદ બીજેપી અને કોંગ્રેસ તેમના કાર્યકાળની આર્થિક નીતિઓને યોગ્ય ગણાવી રહી છે. RTIમાં થયેલા ખુલાસા મુજબ છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો તોતિંગ વધારો થયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • મોદી સરકારના કાર્યકાળમાં બેંકોની NPAમાં 322%નો તોતિંગ વધારો, RTIમાં થયો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.