આજથી લાગુ થયા GSTના નવા દર, જાણો કઈ સેવાઓ અને ચીજો થઈ સસ્તી
જૂની અને યુઝ્ડ કાર (મીડિયમ અને લાર્જ કારો, એસયુવી) પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. ઉપરાંત બાયો ફ્યુઅલથી ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો પર પણ જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા તેની કિંમત સસ્તી થશે. સરકારે તમામ જૂના મોટર વ્હીકલ્સ (મીડિય એન્ડ લાર્જ કાર અને એસયુવી સિવાય) પર જીએટી 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરતાં તે પણ સસ્તી થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 ટકાથી ઘટીને 5 ટકા જીએસટી રેટવાળી આઇટમ્સઃ સ્ટ્રો - પ્લાન્ટેશન મટીરિયલ્સ - વેલ્વેટ ફેબ્રિક. ઉપરાંત હીરા અને મોંઘા સ્ટોન્સ પર હવે 3ની જગ્યાએ 0.25 ટકા જીએસટી લાગશે.
ઉપરોક્ત વસ્તુ સસ્તી થવા ઉપરાંક કેટલીક વસ્તુઓ પર જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ચોખાના ભૂસા પર 0થી વધારીને 5 ટકા જીએસટી કરવામાં આવ્યો છે. સિગારેટ ફિલ્ટર રોડ પર 12થી વધારીને 18 ટકા જીએસટી કરવામાં આવ્યો છે.
બધી શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશ કે પરીક્ષા ફી પર જીએસટીની છૂટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ, ફેકલ્ટી કે સ્ટાફને ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પર પણ જીએસટીની છૂટ અપાઇ છે. પરંતુ આ છૂટ હાયર સેકન્ડરી સુધીનું શિક્ષણ આપતી સંસ્થાઓને જ અપાઇ છે.
આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી આપવાની સર્વિસીસને જીએસટીમાંથી છૂટ મળી છે. - ટેલરિંગ સર્વિસીસ પર જીએસટીનો રેટ 18 ટકાથી ઘટીને 5 ટકા થયો છે. થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઇડ, મેરી ગો રાઉન્ડ, ગો કાર્ટિંગ બેલેટ જેવી સર્વિસીસ પર હવે 18 ટકા જીએસટી લાગશે, જે અગાઉ 28 ટકા હતો.
મેટ્રો, મોનોરેલ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. મિડડે મીલ માટે બનાવાતી બિલ્ડિંગ પર જીએસટીનો 12 ટકાનો રાહત દર લાગુ પડશે. ચામડાની વસ્તુઓ અને પગરખાના મેન્યુફેક્ચરિંગ માટે જોબ વર્ક સર્વિસ પર જીએસટી ઘટાડીને 5 ટકા થયો છે. પીએમ આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ, એલઆઇજી, એમઆઇજી વન અને એમઆઇજી ભવન માટે ઘોષિત ક્રેડિટ લિન્ક સબસિડી સ્કીમ હેઠળ ઘર નિર્માણ પર જીએસટી રેટ ઘટશે. ઉપરાંત હસ્તશિલ્પ ઉત્પાદનો (હેન્ડિક્રાફ્ટ)ની 40 વસ્તુઓ પર કોઇ ટેક્સ નહીં લાગે.
18 ટકાથી ઘટીને 12 ટકા જીએસટી રેટવાળી આઇટમ્સઃ શુગર બોઇલ્ડ કન્ફેક્શનરી - 20 લીટરની પીવાના પાણીની બોટલ - ફોસ્ફોરિક એસિડની બનેલા ખાતર - બાયોડીઝલ -બાયો પેસ્ટિસાઇડ - ઘરોના બાંધકામમાં લેવાતા વાંસ - ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ - મિકેનિકલ સ્પ્રે
નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની 17 જાન્યુઆરીએ મળેલી બેઠકમાં 29 સામાનો પર જીએસટીના દર ઘટાડવાનો નિર્મય કરવામાં આવ્યો હતો. નામાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવા પર હાલમાં વિચાર થયો નથી. જીએસટીના નવા દર આજથી એટલે કે 25 જાન્યુઆરીથી લાગુ થશે. આગળ વાંચો કઈ વસ્તુ અને સેવા થશે સસ્તી....
આરડબલ્યુએ મેમ્બર્સને મળતી સર્વિસ પર છૂટ મર્યાદા રૂ.5000થી વધારીને રૂ.7500 કરવામાં આવી છે. ભારતની બહાર પ્લેન મારફત સામાન મોકલવા ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરિયાઇ જહાજથી સામાન મોકલવા પર જીએસટીમાં છૂટ, જે 30 સપ્ટેમ્બર 2018 સુધી રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -