પેટ્રોલના વધતાં ભાવથી જલદી મળી શકે છે રાહત, સરકાર ભરી શકે છે આ પગલાં
પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવની સૌથી પહેલી અસર બજેટમાં મળી શકે છે. નાણા મંત્રી આ વખતે બજેટમાં એકસાઇઝ ડ્યૂટી ઘટાડી શકે છે. જો આમ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સાઇઝ ડ્યૂટી ઘટવાથી ભાવમાં 2-3 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સરકારે એકસાઇઝ ડ્યૂટી ઘટાડી હતી.
જીએસટી કાઉન્સિલની 25મી બેઠક બાદ નાણામંત્રી જેટલીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો ફેંસલો આગામી બેઠકમાં લેવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ પેટ્રોલ અને ડીઝલનો ભાવ ટોચ પર પહોંચી ગહયો છે. જેના કારણે આમ આદમીના ખિસ્સા પર સૌથી વધારે અસર પડી છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 80.36 રૂપિયા છે, જ્યારે અમદાવાદમાં 72.09 રૂપિયા પ્રતિ લીટર છે.
સતત વધી રહેલા ભાવ સામે આમ આદમીને રાહત આપવા મોદી સરકાર અનેક પગલાં ભરી શકે છે. સરકારના આ પગલાંથી પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ સામે લોકોને થોડીક રાહત મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -