PNBના ATMમાંથી રૂપિયા ઉપાડવામાં થઈ રહી છે મુશ્કેલી, આ છે કારણ
પંજાબ નેશનલ બેંક પહેલાથી જ 12,400 કરોડ રૂપિયાથી વધારે કૌભાંડનો સામનો કરી રહી છે. આ મામલે નીરવ મોદી અને ગીતાંજલિ જ્વેલર્સના મેહુલ ચોકસી સામે સતત કાર્યવાહી થઈ રહી છે.
દેશમાં અનેક જગ્યા બેંકના એટીએમ નેટવર્કમાં પણ મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અનેક એટીએમમાં લોકોને રૂપિયા ઉપાડવામાં પરેશાની થઈ રહી છે.
થોડા દિવસો પહેલા પીએનબીની કોર બેંકિંગ સિસ્ટમ ફિનેકલ 10 પર અપગ્રેડ કરવામાં આવી હતી. આ સિસ્ટમને અન્ફોસિસે અપગ્રેડ કરી છે. આ મામલાની જાણકારી રાખતાં લોકોના કહેવા મુજબ સિસ્ટમને પૂરી રીતે અપગ્રેડ થવામાં 90 દિવસનો સમય લાગે છે, પરંતુ ઇન્ફોસિસને આ કામ માત્ર 45 દિવસમાં જ કરવાનું કહેવાયું હતું. જેના કારણે મુશ્કેલી થઈ રહી છે.
તાજેતરમાં બેંક દ્વારા કોર બેંકિંગ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે. જેના કારણે એટીએમ અને બેંક બ્રાંચમાં પરેશાની થઈ રહી છે.
નવી દિલ્હીઃ 12,400 કરોડ રૂપિયાથી વધારે કૌભાંડમાં પંજાબ નેશનલ બેંકનું નામ સામે આવ્યા બાદ બેંકના ગ્રાહકો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. બેંકના અનેક એટીએમમાંથી લોકોને રૂપિયા નીકાળવામાં પરેશાની થઈ રહી છે. આ ઉપરાંત બેંકની શાખાઓમાં લેણ-દેણના કામમાં પણ પરેશાની જોવા મળી રહી છે. પંજાબ નેશનલ બેંકની એટીએમ અને શાખાઓમાં થઈ રહેલી પરેશાની ટેકનોલોજીકલ કારણોથી છે.